ભારતીય મીડિયા, રાજનેતાઓ પર ઇઝરાયેલની જાસૂસી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

યહૂદી કંપનીના ખાસ જાસુસી યંત્ર પેગાસસથી જાસૂસીના કૌભાંડનો પર્દાફાસ: એમનેસ્ટી ઉપરાંત 17 મીડિયા સંગઠનોની ઉંડી તપાસ બાદ બહાર આવતુ કાવતરૂ
40 જેટલા વિપક્ષના ટેકેદાર પત્રકારો, ત્રણ વિપક્ષી નેતાઓ, મોદી સરકારના બે વર્તમાન મંત્રીઓ, એક બંધારણીય સત્તાધારી મહાનુભાવ સહિતના અનેક નેતાઓ અને પત્રકારોની પેગાસસથી જાસૂસી થતી હોવાનો ધડાકો

ભારતમાં સરકાર વિરોધી હોય એવા ડઝનબંધ પત્રકારો, વિપક્ષીનેતાઓ, માનવઅધિકાર લડવૈયાઓ, બિજનેશ માનધાતાઓ અને રાજકીય નેતાઓનું ઉંડી જાસુસી કરવાના ઇઝરાયેલ સડયંત્રનો પર્દાફાસ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Subscribe Saurashtra Kranti here

એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને 17 જેટલા મીડિયા સંગઠનની ઉંડી તપાસ બાદ એવો ઘટાડો થયો છે કે, ઇઝરાયેલી કંપની એનએસઓ ગ્રૃપ દ્વારા વપરાતા પેગાસસ નામના જાસુસી યંત્રની મદદથી ભારતના 40 જેટલા પત્રકારો, નેતાઓ અને કોર્પોરેટ માંધાતાઓના ફોન હેક કરી નાખવામાં આવ્યા હતા. ઇઝરાયેલી પેઢીના દફતરમાં 50 હજાર જેટલા સ્માર્ટ ફોન નંબર નોંધાયેલા છે એવું બહાર આવ્યું છે.

આ તમામ સ્માર્ટ ફોનનો ડેટા લીક થયાનું તપાસમાં બહાર આવ્યું છે. એમનેસ્ટી ઇન્ટરનેશલ નામની માનવઅધિકાર સંસ્થા, પેરીશમાં આવેલી સ્વૈચ્છીક સંસ્થા અને 17 મીડિયા સંગઠનોએ પેગાસસ પ્રોજેકટના નામે આ જાસુસી કાંડનીઉંડી તપાસ કરી હતી. તપાસમાં ખુલ્યું હતું કે, 67 જેટલા અગત્યના સ્માર્ટ ફોનના ડેટામાં પેગાસસ યંત્રથી ઘુસવાની કોશીશ થઇ હતી.

આ પૈકી 23 સ્માર્ટ ફોનમાં જાસુસી યંત્રની ઘુસણ ખોરી થઇહતી. અન્ય 14માં ઘુસવાના પ્રયાસો થયાનું માલુમ પડયું હતું. ભારતમાં જાસૂસી કરનાર ઇઝરાયેલી કંપનીના યંત્રમાં ભારતના અનેક મંત્રીઓ વિપક્ષી નેતાઓ, પત્રકારો, કાનુન વિદો, કોર્પોરેટ માંધાતાઓ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો વગેરેના 300 જેટલા નંબર મોજુદ હોવાનું જણાય છે.

પેગાસસ નામનુ આ જાસુસી યંત્ર થકી 40 જેટલા પત્રકારો, 3 મોટા વિપક્ષી નેતાઓ, 1 ટોચના બંધારણીય અધિકારી અને મોદી સરકારના વર્તમાન બે મંત્રીઓનો ડેટા બેઝ ચોરી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

કેન્દ્ર સરકારે આક્ષેપો અને અહેવાલોને નકારી કાઢતા જણાવ્યું છે કે, સરકાર ચોક્કસ લોકોની જાસુસી કરી રહી હોવાના આક્ષેપોમાં કોઇ સચ્ચાઇ નથી અને તેની પાછળ કોઇ નક્કર આધાર નથી.

Read About Weather here

ભારતીય લોકશાહી વ્યવસ્થા અને લોકશાહી સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહયો છે. જયારે ખુદ ઇઝરાયેલી સંસ્થા એનએસઓએ એક યાદીમાં જણાવ્યું છે કે, અમે પેગાસસ યંત્ર અમારા કલાયન્ટને આપી છીએ અમે ખુદ જાસુસી કરતા નથી કે ડેટા બેઝ હેક કરતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here