ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવાના ષડ્યંત્રનું મુખ્ય ભેજું અફઘાનિસ્તાન- પાકિસ્તાનની યારી દોસ્તી

ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવાના ષડ્યંત્રનું મુખ્ય ભેજું અફઘાનિસ્તાન- પાકિસ્તાનની યારી દોસ્તી
ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડવાના ષડ્યંત્રનું મુખ્ય ભેજું અફઘાનિસ્તાન- પાકિસ્તાનની યારી દોસ્તી
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી જંગી પ્રમાણમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો દાણચોરીથી ભારતમાં ઘુસાડવાના ષડ્યંત્ર પાછળ અફઘાની અને પાકિસ્તાની ડ્રગ માફીયાઓ વચ્ચેની નાપાક ધરી જવાબદાર હોવાનું ભારતની ગુપ્તચર સંસ્થાઓને માલુમ પડતા સુરક્ષાતંત્ર એકદમ સાવધ થઇ ગયું છે. ટેલકમ પાવડરનાં જથ્થાનાં નામે ભારતમાં નશીલા પદાર્થોનાં જથ્થા ઉપરાઉપર ઘુસાડવા માટે ભારતમાં ડ્રગ માફીયાઓ દ્વારા સ્લીપર સેલ ઉભા કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી ગુપ્તચર સંસ્થાઓને મળી છે તેમ સીએનએનનો અહેવાલ જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાન તેની અફઘાનિસ્તાન સાથેની લાંબી સરહદ અને ગોલ્ડન ક્રિસેન્ટ વિસ્તારનો ભરપુર દૂરઉપયોગ કરી રહી છે. ક્રિસેન્ટ વિસ્તાર વિશ્વનું સૌથી મોટું ડ્રગ ઉત્પાદન અને હેરફેર કેન્દ્ર છે. અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં પહેલા ડ્રગ મોકલવામાં આવે છે. ગોલ્ડન ક્રિસેન્ટ વિસ્તાર અફીણ ઉત્પાદનનો એશિયાનો સૌથી મોટો વિસ્તાર છે. જે મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ એશિયાનાં ત્રિભેટે આવેલો વિસ્તાર છે. જેનો મોટોભાગ ઈરાન સુધી પહોંચે છે.

ભારતીય ગુપ્તચર સંગઠનોને જાણવા મળ્યું છે કે, 40 ટકા જેટલો અફઘાની ડ્રગ્સ પ્રથમ પાકિસ્તાન પહોંચે છે અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઘુસાડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાંથી ડ્રગ્સનો જથ્થો ખૌબર પખ્તુનવા પ્રાંતનાં ગુલામ ખાન અને તોર્ખામ બોર્ડર પર પહોંચે છે. ત્યાંથી લાહોર અને ફૈઝલાબાદ પહોંચાડી ત્યાંથી કરાંચી અને ગ્વાદર પોર્ટ પર મોકલી વહાણો પર મોકલી દેવામાં આવે છે. આજ જ રીતે બલુચિસ્તાન પરથી પણ ડ્રગ્સનું નેતૃત્વ મોટાપાયે સક્રિય છે. ડ્રગ્સની દાણચોરી ખૂબ પધ્ધતિસર ચાલતી સિસ્ટમ બની છે જેનાથી અફઘાનિસ્તાનમાંથી તમામ ફંડ મળે છે

અને ભારતમાં સક્રિય પાકિસ્તાનની સ્લીપર સેલ મારફત વિતરણ નેટવર્ક સંભાળવામાં આવે છે. ગુપ્તચર અહેવાલ જણાવે છે કે, ભારતમાં સક્રિય સ્લીપર સેલમાં મોટાભાગે દુબઈ, લાહોર અને કરાંચી સાથે સંપર્ક ધરાવતા શીખ અને મુસ્લિમ માફીયાઓ છે. આ તત્વો ડ્રગ્સ મંગાવી કસ્ટમ ક્લીયરન્સ અને વિતરણ સહિતની કામગીરી સંભાળે છે. ડ્રગ્સનો જથ્થો દેશમાં પહોંચી જાય એ પછી નાણા ભેગા કરવામાં આવે છે. જેનો એક હિસ્સો આતંકવાદી પ્રવૃતિઓ માટે રાખવામાં આવે છે અને બાકીનાં નાણા હવાલા મારફત પરત મોકલી દેવામાં આવે છે. એવો પણ પર્દાફાશ થયો છે કે, સ્લીપર સેલ ચલાવતા ડ્રગ માફીયા અને કેરિયરો જીએસટીનાં બનાવટી ઇન્વોઇસ, કસ્ટમ ક્લીયરન્સનાં ખોટા સર્ટીફીકેટ અને કાગળ પરની કંપનીનાં બનાવટી રેકર્ડ ઉભા કરી દે છે.

મોટા શહેરોમાં ડ્રગ્સ સાચવવા ગોદામો અને સ્ટોરની વ્યવસ્થા કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતનાં મુન્દ્રા અને કંડલામાંથી કરોડો રૂપિયાનું હેરોઈન અને અન્ય પ્રકારનું ડ્રગ્સ ઝડપાયા છે. પંજાબનાં ફિરોઝપુરમાંથી પણ મોટાપાયે હેરોઈન મળ્યું હતું. ટેલકમ પાવડર તરીકે જાહેર કરીને ક્ધટેનરોમાં ડ્રગ્સ છુપાવી દરિયાકાંઠે જહાજો મારફત ભારતમાં લાવવાનું ષડ્યંત્ર આચરવામાં આવી રહ્યું છે. ડ્રગ માફીયાઓ બનાવટી ભારતીય કંપનીઓનાં નામે ટેલકમ પાવડર અને જડીબુટ્ટી તથા દવાઓનાં નામે આયાતનાં ઓઠા હેઠળ ડ્રગ્સ લાવવાના કારસા કરે છે. આવી કેટલીક સાચી કંપનીઓ પણ એમના બેનામી સામાનની આયાત માટે દૂરઉપયોગ કરી લેવામાં આવે છે. એ માટે બનાવટી ખરીદદારોની યાદી પણ તૈયાર હોય છે. આવી કંપનીઓ એમનો ધંધા કાયદેસર હોવાનું બતાવવા એમના બેંક એકાઉન્ટ મારફત ભારતમાંથી અફઘાનિસ્તાન નાણા મોકલવા દે છે.

Read About Weather here

ગુપ્તચર સુત્રો જણાવે છે કે, પાકિસ્તાનને નાણા ભંડોળ મળી રહ્યું નથી. આથી પાકિસ્તાની લશ્કર પર ભારે દબાણ છે. આતંકવાદની પ્રવૃતિઓ માટે નાણાની તંગી પડી રહી છે આથી આવા સ્લીપર સેલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રકારનાં ગોરખધંધામાં પાકિસ્તાનની સીધી ભૂમિકા માર્યાદિત છે પણ આવકમાંથી મોટી મલાઈ પડાવી જાય છે. તેનાથી ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે નાણા પુરા પાડવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here