ભારતમાં માર્ચ માસ સુધીમાં મહામારીનો અંત: નિષ્ણાંતોની આગાહી

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

મુંબઈ અને દિલ્હીમાં જાન્યુઆરીનાં અંતે પીક પર આવવાની શક્યતા: જાણીતા ગણિતશાસ્ત્રી અને કોમ્પ્યુટર સાયન્સ પ્રોફેસરનું મંતવ્ય

જાન્યુઆરીનાં અંત સુધીમાં મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં કોરોના મહામારી પીક પર આવી ગયા બાદ માર્ચ મહિનાનાં મધ્ય ભાગ સુધીમાં દેશભરમાં મહામારીનો અંત આવી જવાની શક્યતા છે. કોરોના ટોચ પર આવે ત્યારે દૈનિક 4 થી 8 લાખ કેસ બહાર આવવાની પણ સંભાવના રહે છે.

કાનપુરનાં ગણિત અને કમ્પ્યુટર સાયન્સ પ્રોફેસર મનીન્દર અગ્રવાલે એવી ગણતરી માંડી છે કે, આવતો માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા મહામારી લગભગ પૂરી થઇ જશે. જાન્યુઆરીનાં અંતે ટોચ પર આવી શકે છે. તેમના મત મુજબ મુંબઈમાં ત્રીજાવેવની પરાકાષ્ટા આ મહીને જ આવી શકે છે.

Read National News : Click Here

દિલ્હી માટે પણ એવી ગણતરી આપવામાં આવે છે. નિષ્ણાંતો કહીં રહ્યા છે તેમ જેટલી ઝડપથી મહામારી વધી રહી છે. એટલી જ ઝડપથી તેનો અંત આવવાની પણ શક્યતા છે. દેશભરમાં અત્યારે કેસો ઉછાળા મારી રહ્યા છે. પણ એક મહિના બાદ ઘટાડાનું વલણ શરૂ થઇ જવાની સંભાવના છે.

Read About Weather here

અત્યારે મહામારીનાં કેસો વધી રહ્યા છે. પણ તેનું પ્રમાણ એક જગ્યા એ કેન્દ્રિત નથી. જે સંક્રમણ થઇ રહ્યું છે. તેનું વલણ અને દિશા જોતા એવું લાગે છે કે, ચેપગ્રસ્ત વ્યક્તિ અને બિન ચેપગ્રસ્ત વ્યક્તિ સંપર્કમાં આવે ત્યારે જ સંક્રમણ થઇ રહ્યું દેખાઈ છે.

આથી ચેપ વ્યક્તિથી વ્યક્તિત્વમાં તબદીલ થયેલો છે. જેટલા સંક્રમિત હશે. એટલા લોકો બીજાને સંક્રમિત કરશે. મહામારીની આ પધ્ધતિ જોવા મળી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here