ભારતનો નવો સ્પીડ સ્ટાર

ભારતનો નવો સ્પીડ સ્ટાર
ભારતનો નવો સ્પીડ સ્ટાર
22 વર્ષીય ઉમરાન મલિક, જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે તે નવા સ્પીડ સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે. તેણે બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સના રિદ્ધિમાન સાહાને 152.8ની સ્પીડ સાથેના બોલ પર બોલ્ડ કર્યો હતો. ગુજરાત તરફથી ઉમરાને પાંચ વિકેટ ઝડપી હતી, આમાંથી ચાર બોલ્ડ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભારતનો નવો સ્પીડ સ્ટાર સ્પીડ

આ વિકેટો માટે ફેંકવામાં આવેલા તમામ બોલની ગતિ 140+ હતી.ઉમરાને સતત 8મી મેચમાં હૈદરાબાદ માટે સૌથી ઝડપી બોલ ફેંકવા બદલ અવોર્ડ પણ મેળવ્યો હતો. સીઝનના 6 સૌથી ઝડપી બોલમાંથી 4 ઉમરાન મલિકના નામે છે. ઉમરાનની 91%થી વધુ બોલની ગતિ 140/kmphથી વધુની રહી છે.ઉમરાને ગુજરાત સામે તેની બોલિંગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે માત્ર યોગ્ય લાઇન-લેન્થ સાથે બોલિંગ કરવા અને વિકેટ લેવા માગે છે. જ્યાં સુધી 155 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકવાની વાત છે ત્યારે ઉમરાન તેના વિશે આત્મવિશ્વાસ ધરાવતો દેખાય છે.

તેણે કહ્યું હતું કે એક દિવસ આ પરાક્રમ પણ કરી બતાવીશ.ઉમરાન મલિકની બોલિંગથી પ્રભાવિત થઈને સુનીલ ગાવસ્કરે તેને ઇંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવાની માગ કરી છે. ગાવસ્કર કહે છે કે ઉમરાનને પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં મળે, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથેનો ડ્રેસિંગ રૂમ શેર કરવાથી તેને ઘણું શીખવાનો મોકો મળશે.

IPL 2022માં બુધવારે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી. એક રોમાંચક મેચમાં GTએ SRHને 5 વિકેટે હરાવ્યું, પરંતુ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે બધાનાં દિલ જીતી લીધા હતા. આ ફાસ્ટરે મેચમાં 5 વિકેટ લીધી હતી. આ પહેલીવાર છે, જ્યારે ઉમરાને ટી20 ક્રિકેટમાં પોતાનો પંજો ખોલતાં 5 વિકેટ પોતાના નામે કરી છે.આ J&Kના બોલરે GT 4ના બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. શુભમન ગિલને આઉટ કર્યા બાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાને ઉમરાને એક ખતરનાક બાઉન્સર પણ ફેંક્યો હતો, જે તેના ખભા પર વાગ્યો હતો, જેને કારણે થોડી મિનિટો માટે રમત અટકાવી દેવામાં આવી હતી.

1. શુભમન ગિલ (બોલની સ્પીડ- 144/kmph)ઉમરાને 40મી મેચમાં શુભમન ગિલ તરીકે પ્રથમ વિકેટ લીધી હતી. તેના બોલ પર ગિલનો ઓફ સ્ટમ્પ ઊખડી ગયો હતો. આ બોલની ઝડપ 144 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ મેચમાં શુભમને 22 રન બનાવ્યા હતા.2. હાર્દિક પંડ્યા (બોલની સ્પીડ- 143/kmph)ઉમરાનની બીજી વિકેટ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઝટકો. 10મી ઓવરમાં તેણે શાનદાર બાઉન્સર ફેંક્યો, જેની સ્પીડ 143 kmph હતી. હાર્દિક બોલને પુલ કરવા માગતો હતો, પરંતુ તે બોલની ઝડપથી ડઘાઈ ગયો હતો અને થર્ડ મેન પાસે કેચ થઈ ગયો હતો.3. રિદ્ધિમાન સાહા (બોલની સ્પીડ- 153/kmph)ઉમરાને મેચમાં શાનદાર બેટિંગ કરી રહેલા રિદ્ધિમાન સાહાની ત્રીજી વિકેટ લીધી હતી. 153 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉમરાને સાહાને ખતરનાક બોલ ફેંક્યો હતો. બુલેટની ઝડપે આવતા બોલને રિદ્ધિમાન સમજી શક્યો નહીં અને ક્લીન બોલ્ડ થઈ ગયો.

Read About Weather here

4. ડેવિડ મિલર (બોલની સ્પીડ- 148/kmph)ઉમરાને પણ પોતાની ઝડપથી ડેવિડ મિલરને હરાવ્યો હતો. 148 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલા બોલે તેની ગિલ્લીઓને વેરવિખેર કરી નાખી હતી. ઉમરાને મિલરના રૂપમાં ચોથી વિકેટ મળી હતી. હૈદરાબાદના બોલિંગ કોચ ડેલ સ્ટેન આ જોઈને ખૂબ ખુશ થયા. તેઓ ઉમરાન માટે ખૂબ જ ચિયર કરી રહ્યા હતા.5. અભિનવ મનોહર- (બોલની સ્પીડ 146/kmph)ઉમરાને અભિનવ મનોહરને બોલ્ડ કરીને મેચમાં 5 વિકેટ પૂરી કરી હતી. આ બોલરે એકલા હાથે અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. આ વખતે બોલની સ્પીડ 146 કિમી પ્રતિ કલાક હતી. મનોહર ઉમરાનનો ક્રોસ સીમ બોલ જ્યાં સુધી સમજે ત્યાં સુધીમાં તે બોલ્ડ થઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here