ભારતથી અમેરિકા નારાજ…!

ભારતથી અમેરિકા નારાજ...!
ભારતથી અમેરિકા નારાજ...!
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતની પ્રતિક્રિયાને નબળી ગણાવી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાના બાકીના પાર્ટનરની સરખામણીમાં ભારતનો જવાબ યોગ્ય નથી. સોમવારે વોશિંગ્ટનમાં અમેરિકાના બિઝનેસ લીડર્સને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ જો બાઈડને આ વાત કહી હતી. ભારત અને રશિયાની વચ્ચેની ક્રૂડ ઓઈલ ડીલ અંગે બાઈડને કહ્યું હતું કે આ સોદાથી ભારત-અમેરિકાના સંબંધોમાં ભરોસો ઘટશે.તેમણે ક્વાડ પાર્ટનર દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પુતિનની આક્રમકતામાંથી બહાર આવવામાં ભારત અપવાદ સ્વરૂપ થોડું નબળું રહ્યું. જોકે જાપાન ખૂબ જ સખત રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એ જ રીતે ઓસ્ટ્રેલિયા પણ કઠોર છે.રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું હતું કે ભારતની પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાની રહી. વિવિધ મંચ પરથી ભારતે રશિયા-યુક્રેન જંગના સમાધાન માટે વારંવાર અપીલ કરી છે.બાઈડને વધુમાં કહ્યું હતું કે ક્વાડના અન્ય પાર્ટનર ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે.

જોકે ભારતે રશિયા પર કોઈ જ પ્રતિબંધ લગાવ્યો નથી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર પણ મતદાન કરવાનો ઈનકાર કર્યો હતો.ક્વાડ પછી નાટોનો ઉલ્લેખ કરતાં બાઈડને અમેરિકાના નેતૃત્વવાળા નાટો, યુરોપીય સંઘ, એશિયાના પોતાના પ્રમુખ પાર્ટનરની પ્રશંસા કરી, જેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની વિરુદ્ધ મોરચો બનાવ્યો. રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં રશિયાની મુદ્રાને નબળી બનાવવા, ઈન્ટરનેશનલ વેપાર અને ઉચ્ચ ટેક્નિકવાળા સામાનો સુધી રશિયાની પહોંચને નબળી કરવા સહિતના ઉદ્દેશથી પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

Read About Weather here

તેમણે વધુમાં કહ્યું હતું કે નાટો આજે જેટલું મજબૂત છે એટલું ક્યારેય નહોતું. નાટો અને પ્રશાંત ક્ષેત્રમાં એક સંયુક્ત મોરચો છે. પુતિન નાટોને વિભાજિત કરવાના પોતાના ઈરાદામાં સફળ ન રહ્યું.ભારતીય ઓઈલ રિફાઈનરીઓ દ્વારા રશિયાથી ઘટેલા દર પર ક્રૂડ આયાત કરવાને લઈને થઈ રહેલી ટીકા બાબતે ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ જવાબ આપ્યો છે. એમ કહેવાઈ રહ્યું છે કે અમેરિકા અને પશ્ચિમના દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે, બીજી તરફ ભારત ઓઈલની આયાત કરીને તેની મદદ કરી રહ્યું છે. તેની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાતથી જ પૂરી થાય છે. એમાં રશિયાથી કરાતી આયાત 1 ટકા કરતાં પણ ઓછી છે ભારતીય અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે ભારત વિશ્વમાં ક્રૂડનો ત્રીજો સૌથી મોટો વપરાશ કરનારો દેશ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here