શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધી વિલેજ હોટેલ સામે રોડ પર કાર પાસે ઊભા રહી એક શખસ હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો ફરતો થયો હતો, હવામાં ફાયરિંગના ધડાકા વીડિયોમાં સ્પષ્ટ સંભળાતા હતા, ભડાકા કરનાર વાજડીનો રમેશ ખિમાણિયા હોવાનું ખૂલ્યું હતું,
Visit Saurashtra Kranti Homepage here
આ મામલો પ્રકાશમાં આવતાં જ યુનવર્સિટી પોલીસ હરકતમાં આવી હતી.આ મામલે પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે હવામાં ફાયરિંગ કરનાર વાજડીનો રમેશ હોવાનું સ્પષ્ટ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ તે તેના ઘરે મળી આવ્યો નહોતો.
Read About Weather here
વીડિયો ફરતો થતાં જ લોકોમાં ચર્ચાતું હતું કે, ભાજપ આગેવાનનો ભત્રીજો રમેશ ખિમાણિયા મેટોડા વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હેરાન કરતો રહે છે, માથાભારે શખ્સ ત્રાસ આપતો હોવા છતાં તેની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિમ્મત કરી શકતું નહોતું, હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવે તેવી લોકોમાં માગ ઊઠી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here