ભાજપે દારૂબંધીને ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવી છે: ઇન્દ્રનીલનો આક્ષેપ

ભાજપે દારૂબંધીને ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવી છે: ઇન્દ્રનીલનો આક્ષેપ
ભાજપે દારૂબંધીને ભ્રષ્ટાચારનું માધ્યમ બનાવી છે: ઇન્દ્રનીલનો આક્ષેપ
રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીનાં નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ગુજરાતની ખોખલી અને કહેવાતી દારૂબંધીનો ભાંડો ફોડી ભાજપની સરકાર પર ભારે આકરા પ્રહારો કર્યા છે અને એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીને ભાજપે ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ બનાવી દીધી છે. એટલે ન તો દારૂબંધી ખુલ્લી કરે છે કે ન તો દારૂ ઘટવા દે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટનાં આ દિગ્ગજ નેતા એવા ઇન્દ્રનીલ રાજયગુરૂએ એક નિવેદનમાં ભાજપ સરકાર પર ચોંકાવી દેનારા આક્ષેપોની ઝળી વર્ષાવી છે.એક ખાસ નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો અર્થ ભાજપ માટેનો ધંધો ગણાય છે. કોઈપણ પોલીસ અધિકારી હોય, ગુજરાતનું કોઈપણ સ્થળ હોય, મુખ્ય કેન્દ્રમાંથી મેનેજ થઇ આખા ગુજરાતમાં દારૂ પહોંચાડવાનું કામ પોલીસ દ્વારા સલામત રીતે થાય છે. તેમણે ટકોર કરી હતી કે, રાજકોટનાં એક પૂર્વ કમિશનરને પૂર્વ સીએમનાં સમયમાં ખૂબ નામોશી મળી ત્યારે તેમાં થોડું સરખું કરવા માટે જે પોલીસ કર્મી દ્વારા પૈસા કમાવવાનો ધંધો ચાલ્યો હતો તે પૈકીનાં થોડાને સસ્પેન્ડ કરી ભાજપ પોતાની સરકારની આબરૂ બચાવવાનો પ્રયાસ કરે છે.

તેમણે નિવેદનમાં દાવો કર્યો કે, પકડાતો દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાતા કુલ દારૂનાં 0.1 ટકા જેટલો પણ નથી. ખરા અર્થમાં તપાસ થાય તો રેલો છેક ગૃહમંત્રી સુધી પહોંચે. પણ ગુજરાત અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર હોય તો તપાસ કોણ કરે. આવી સ્થિતિ દારૂબંધીનાં મામલામાં છે. સરકારને ટેક્સની મોટી આવક ગુમાવવી પડે છે પણ ભાજપને મોટી આવક થતી હોવાથી સરકારમાં બેઠેલા તત્વોનાં આશીર્વાદથી દારૂનો ધંધો થતો હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો. પોતાના ધારાસભ્યનાં અનુભવની વાત કરતા ઇન્દ્રનીલે કહ્યું કે, જે તે સમયે મેં વિધાનસભામાં પણ આ વાત જણાવી હતી કે, પોલીસમાં શું ચાલી રહ્યું છે એ નશાબંધીનાં ઇન્ચાર્જ એવા હસમુખભાઈ પટેલને મળવાનું મને મુખ્યમંત્રીનાં કાર્યાલયમાંથી કહેવાયું હતું.

જયારે હું હસમુખભાઈને મળ્યો હતો અને કહ્યું હતું કે, તમને જોઈએ તેવા પોલીસ કર્મી સરકાર ફાળવી રહી નથી. આ સ્ટાફ જો રેડ પાડે તેની માહિતી અંદરનાં લોકો જ જે તે વિસ્તારની પોલીસને અગાઉથી કહી દે છે તેથી કામ થતું નથી. એવું એમણે મને જણાવ્યું હતું. આ વાત મેં વિધાનસભામાં કહ્યા છતાં કોઈ પગલા લેવાયા નથી. લોકોને વહેમમાં રાખવા નજીવી કામગીરી ચૂંટણી સુધી થતી રહેશે. ભાજપની નીતિનાં કારણે પોલીસ કર્મીઓ નિડરતા સાથે કાયદાનો ભંગ કરે છે અને મુખ્યમંત્રીને એસ્કોર્ટ કરતા હોય એ રીતે દારૂનાં ખટારાને ગેરકાયદે એસ્કોર્ટ કરી સલામત સ્થળે પહોંચાડવાનું કામ ખૂદ પોલીસ કરે એ જે લોકો જાણે છે એ જાણે જ છે.

રાષ્ટ્રભક્તિની વાતો કરતી સરકાર ધારે તો દારૂનું એક ટીપુ ગુજરાતમાં વેચાઈ ન શકે. તેમણે દાવો કર્યો હતો કે, અમે આ વાત ભૂતકાળમાં પુરવાર કરી છે. મેં ધારાસભ્ય તરીકે રાજકોટનાં દારૂનાં ધંધા અંગે જે તે સમયનાં કમિશનરને વાત કરી હતી. એમણે મને કહ્યું કે ક્યાં મળે છે તે કહો એટલે હું બંધ કરાવી દવું. ત્યારે મેં એમને કહ્યું હતું કે, આ પોલીસ કર્મીઓને બોલાવો અને એમને જ પૂછો એટલે બધા એડ્રેસ મળી જશે. એટલે દોઢ મહિનો રાજકોટમાં દારૂ લગભગ બંધ થઇ ગયો હતો. તેમણે કહ્યું હતું કે, ખરાઅર્થમાં દારૂબંધીની અમલવારી માટે સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય છે.

Read About Weather here

એટલે એવું દેખાઈ છે કે, ભારતીય જનતા પાર્ટી આ ધંધો બંધ કરવા માંગતી નથી. દારૂબંધીનાં જેમના પર અનેક કેસ હોય એવા ભાજપનાં પ્રમુખ કમલમમાં બેસે અને ત્યાં ગુજરાતનાં નાથ મુખ્યમંત્રી વેઈટીંગમાં બેઠા હોય. ગુજરાતનાં લોકો સરકારનો હિસાબ માંગે, જાગૃત થાય એવી અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, હિસાબ માંગવાનો અને દંડ દેવાનો અધિકાર માત્ર લોકોનો જ હોય છે એટલે ગુજરાતને ખંડણી, ભ્રષ્ટાચાર, જોહુકમી જેવા દુષણથી મુક્ત કરાવી જ્યાં કાયદાનો કડક અમલ થતો હોય એવું વિકસિત રાજ્ય બનાવવા માટે ગુજરાતનાં આમ આદમીને જાગવું પડશે. આવી સ્થિતિ પર આમ આદમી પાર્ટી લગામ મુકવા માંગે છે. એટલે લોકો સહકાર આપી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરે એવું ઇન્દ્રનીલે ગુજરાતની જનતાને આહ્વાન કર્યું હતું. ઈન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપ પર આકરા પ્રહારો કરી આક્ષેપો કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here