ભાજપમાં પણ વંશવાદનું રાજકારણ ચલાવી નહીં લેવાય, જો કોઈની ઉમેદવારી રદ થાય તો હું જ જવાબદાર: મોદી

ભાજપમાં પણ વંશવાદનું રાજકારણ ચલાવી નહીં લેવાય, જો કોઈની ઉમેદવારી રદ થાય તો હું જ જવાબદાર: મોદી
ભાજપમાં પણ વંશવાદનું રાજકારણ ચલાવી નહીં લેવાય, જો કોઈની ઉમેદવારી રદ થાય તો હું જ જવાબદાર: મોદી

પારિવારિક રાજકારણ સામે વડાપ્રધાનની લાલબતી
ચાર રાજ્યોમાં પ્રચંડ વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય વડા જે.પી. નડ્ડાનું ભવ્ય સ્વાગત કરાયું
સંસદીય દળની બેઠકમાં લતા મંગેશકર, યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી તથા કર્ણાટકમાં માર્યા ગયેલા બજરંગદળનાં કાર્યકરને શ્રધ્ધાંજલિ અપાઈ
તાજેતરની ચૂંટણીઓમાં પક્ષનાં સાંસદોનાં સંતાનોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય મારો હતો: નરેન્દ્ર મોદી

યુપી સહિતનાં 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય વિજયનાં વધામણા કરવા માટે યોજાયેલી ભાજપ સંસદીય દળની બેઠકમાં ભાવવાહી પ્રવચન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષનાં સાંસદોને નક્કર સંદેશો આપ્યો હતો કે, ભાજપમાં પણ કોઈપણ પ્રકારનું પારિવારિક રાજકારણ ચલાવી લેવાશે નહીં.તેમણે કહ્યું હતું કે, અન્ય પક્ષોનાં વંશવાદી રાજકારણ સામે પક્ષ લડત આપતો રહેશે એ જ રીતે ભાજપમાં પણ કૌટુંબિક રાજનીતિ ચલાવી નહીં લેવાય. જો કોઈની ઉમેદવારી રદ થાય તો એ મારી જ જવાબદારી હશે.સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય વડા જે.પી.નડાનું ભવ્ય શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ સાંસદો અને આગેવાનોએ ઉભા થઈને બંનેનો સત્કાર કર્યો હતો. પુષ્પહાર પેરાવવા માટે નેતાઓ આગળ આવ્યા ત્યારે વડાપ્રધાને સૌપ્રથમ જે.પી.નડ્ડાને હાર પહેરાવવાનો ઈશારો કરતા ભાવવાહી દ્રશ્ય સર્જાયું હતું. નડ્ડાનાં નેતૃત્વમાં મોટા વિજય મળ્યા છે. યોગી આદિત્યનાથ સતત બીજી મુદત માટે મુખ્યમંત્રી બન્યા હોય એવું યુપીમાં 37 વર્ષમાં પહેલીવખત થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કાશ્મીરનાં મામલામાં હંમેશા સત્ય છુપાવવાનો પ્રયાસ થયો છે. લાંબા સમયથી સત્ય છુપાવવામાં આવ્યું હવે એ સત્ય છુપાવનારા જ વિરોધ પણ કરી રહ્યા છે. કાશ્મીર અંગેનું સત્ય દેશની સામે લાવવું જ જોઈએ. તેમણે તાજેતરમાં દેશમાં રીલીઝ થયેલી નકાશ્મીર ફાઈલ્સથ ફિલ્મની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આવી ફિલ્મ સત્ય બહાર લાવવામાં મદદ કરે છે. આ બેઠકમાં ભારતરત્ન સ્વર કિન્નરી લતા મંગેશકરને શ્રધ્ધાંજલિ અપાઈ હતી અને બે મિનીટનું મૌન પાડવામાં આવ્યું હતું.

Read About Weather here

યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થી નવીન શેખરપ્પા તથા કર્ણાટકમાં હિજાબ વિવાદમાં માર્યા ગયેલા બજરંગદળનાં કાર્યકર હર્ષને પણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.નવી દિલ્હી: ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી સૂચક ટકોર કરી હતી કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષનાં સાંસદોમાં સંતાનોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય મારો હતો.તેમણે કહ્યું હતું કે, ઘણા સાંસદો અને પક્ષનાં નેતાઓ એમના સંતાનો માટે ટિકિટ માંગી રહ્યા હતા પણ એમાંના ઘણાને અપાઈ નથી. એ પધ્ધતિ કૌટુંબિક રાજકારણનો ભાગ છે. એટલે એમને મારા કારણે ટિકિટ મળી નથી. કેમકે પારિવારિક રાજકારણ દેશ માટે ભયજનક છે. તેનાથી જાતિવાદને ઉતેજન મળે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here