ભાજપના ધારાસભ્યે કાન પકડી ઊઠક-બેઠક કરી…!

ભાજપના ધારાસભ્યે કાન પકડી ઊઠક-બેઠક કરી...!
ભાજપના ધારાસભ્યે કાન પકડી ઊઠક-બેઠક કરી...!
રાબર્ટસગંજ વિસ્તારમાં ભાજપની એક જાહેરસભા યોજાઈ હતી. જનસભામાં રાબર્ટસગંજ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર ભુપેશ ચૌબે પણ તેમા ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તે સમયે ધારાસભ્યની નારાજ પ્રજાને માનવવા માટે એક ખાસ પ્રકારની રીત અપનાવી. ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી સમયે એક વિચિત્ર ઘટના જોવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

બુધવારે સોનભદ્રના રાબર્ટ્સગંજ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય ભૂપેશ ચૌબેએ એક જાહેર સભા સમયે પ્રજાની નારાજગીને દૂર કરવા માટે હાથ જોડવા ઉપરાંત ખુરશી પર ઊભા થઈને માફી માગી અને ત્યાર બાદ કાન પકડી ઊઠક-બેઠક પણ કરતા દેખાયા હતા.

નારાજ પ્રજાને મનાવવા માટે ધારાસભ્ય મંચ પર ગોઠવવામાં આવેલી ખુરશી પર ઉભા થઈ ગયા. ત્યારબાદ હાથ જોડીને માફી માગી. ત્યાર બાદ કાન પકડી ઊઠક-બેઠક પણ કરવા લાગ્યા.તેમણે પ્રજાને ખાતરી આપી કે જે ભૂલ તેમનાથી થઈ છે તે હવે નહીં થાય.

સ્થાનિક લોકો આ ધારાસભ્યથી ખૂબ જ નારાજ છે. લોકોનું કહેવું છે કે ધારાસભ્ય ભૂપેશ ચૌબેએ તેમના કાર્યકાળ દરમિયાન વિકાસના કાર્યો કર્યાં નથી. દરમિયાન ભૂપેશ ચૌબે સોનભદ્રની રોબર્ટસગંજ બેઠક પરથી ધારાસભ્ય છે.

Read About Weather here

ભાજપે ફરી એક વખત તેમને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. ભૂપેશ ચૌબેએ તેમના પ્રચાર માટે ઝારખંડના ભૂતપૂર્વ સ્વાસ્થ્યમંત્રી અને ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીને બોલાવ્યા હતા.માટે હવે તેઓ જાહેરમાં માફી માગી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here