ભરતી તણાઈ જતાં મોત..!

ભરતી તણાઈ જતાં મોત..!
ભરતી તણાઈ જતાં મોત..!
2 બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા જયારે મોડે સુધી એક બાળકીનો પત્તો લાગ્યો ન હતો. સુરતના રાંદેર કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર શુક્રવારે રમી રહેલા 2 બાળકો અને 1 કિશોરી ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા. જોકે શોધખોળના અંતે બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બાળકોના મોતને લઈને મૃતકના પિતા રહેમ અલી શાહે આક્ષેપ સાથે કહ્યું કે, પડોશી સાથે ઝઘડો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તેમણે મારા બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી અદાવત રાખીને તેમણે આવું કર્યું હોવાના વધુમાં આરોપ મૂક્યાં હતાં.કોઝ વેમાં ત્રણ બાળકો ગઈકાલે ડૂબી જવાની ઘટના બન્યા બાદ આજે ગૂમ થયેલી ચાર વર્ષની સાનિયા બાનુનો મૃતદેહ પણ મળી આવ્યો છે. ફાયરબ્રિગેડ દ્વારા આજે પણ શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ મળ્યો છે. જેથી મૃતકના પિતા સહિતના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું. રહેમ અલી શાહના પરિવારના સંતાનોના મોત થતાં તેઓ સ્તબ્ધ થઇ ગયા છે.રહેમ અલી શાહના કહેવા મુજબ બે દિવસ અગાઉ મારા બાળકો દ્વારા પડોશીની પાણીની પાઇપલાઇનમાં કોથળીઓ નાખી દેતા પાઇપ લાઇન ચોક અપ થઇ ગઇ હતી. તેથી તેઓ મને ધમકી આપી રહ્યા હતા. તારા બાળકો આ પ્રકારનું કૃત્ય કરતા રહે છે.

બાળકોનાં મોતને લઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું.
પરિવારજનોએ બાળકોનાં મોતને લઈને પાડોશીઓએ આપેલી ધમકીને જવાબદાર ગણાવી છે.

જેના કારણે મુશ્કેલી થાય છે. અમે તારા એક પણ બાળકને જીવતો નહીં રહેવા દઈએ. ફોન ઉપર પણ રહેમ અલી શાહને તેમણે ધમકી આપી હતી. જેનું રેકોર્ડિંગ પણ તેમની પાસે હોવાનું આક્ષેપ સાથે ઉમેર્યું હતું.રહેમ અલી શાહે કહ્યું છે કે, અમારા પાડોશીએ અમારા બાળકોને મારી નાખ્યા હોય તેવું લાગે છે. તેઓ સતત અમારા બાળકોને લઈને ધમકી આપતા રહેતા હતા. અમે થોડા દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. મને શંકા છે કે, અમારા પડોશી દ્વારા અદાવત રાખીને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય શકે છે.

Read About Weather here

માસૂમ બાળકોના પીએમ સુરત સિવિલમાં કરવામાં આવ્યા છે.

રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ અને 14 વર્ષની સાનિયા ફારૂક શેખ શુક્રવારે બપોરે 3 વાગ્યાના અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.જેમાં ત્રણેયના મોત નીપજ્યાં છે.નિયમિત તાપીના પટ પર જતા બાળકો શુક્રવારે બપોરે પણ ગયા હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ કામગીરી કરી હતી. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા. જેના કારણે નીકળી શક્યા ન હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here