ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા, કાકાની નજર સામે 17 વર્ષીય ભત્રીજી ડૂબી જતાં મોત

ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા, કાકાની નજર સામે 17 વર્ષીય ભત્રીજી ડૂબી જતાં મોત
ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા, કાકાની નજર સામે 17 વર્ષીય ભત્રીજી ડૂબી જતાં મોત
ભત્રીજી શોધખોળ બાદ મળતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કરી હતી. ડુમસ ફરવા ગયેલા રામપુરાના એક પરિવારના કાકા-ભત્રીજી દરિયામાં ન્હાવા પડ્યા બાદ મોટુ મોજુ આવતા કાકાની નજર સામે જ ભત્રીજી દરીયામાં તણાઈ ગઈ હતી. રામપુરા ગાર્ડન ફેક્ટરી 44 ચાલમાં રહેતા મહેશ સોલંકી હીરા કારખાનામાં સફાઈ કામ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમની 17 વર્ષીય પુત્રી રોશની ધો.11માં અભ્યાસ કરતી હતી.રવિવારે બપોરે મહેશ તેમના ભાઈ જિજ્ઞેશ અને પરિવાર સાથે ડુમસ ગણેશ બીચ પર ફરવા ગયા હતા. 4 વાગ્યે મહેશની પુત્રી રોશની તેના કાકા જિજ્ઞેશ સાથે દરિયામાં ન્હાતા હતા. ત્યારે મોટુ મોજુ આવતા જિજ્ઞેશ અને રોશની મોજાની સાથે દરિયામાં ખેંચાયા હતા. કાકા જિજ્ઞેશ મોજામાં ડૂબકી મારી કિનારે આવી ગયા હતા.જ્યારે રોશની મોજાની સાથે અંદર તણાઈ ગઈ હતી.

Read About Weather here

20 મીનીટ બાદ રોશની મળતા કારમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબે મૃત જાહેર કરી હતી. ડુમસ પોલીસે હોસ્પિટલ દોડી જઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.નજર સામે જ ભત્રીજી તણાતા જિજ્ઞેશે બુમાબુમ કરી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રોશનીની શોધખોળ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here