ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે
ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના 2620 માં જન્મ કલ્યાણક દિને તા.14 ને ગુરૂવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશે . સવારે 8.00 કલાકે મણીઆર દેરાસર ( ચૌધરી હાઈસ્કુલ ) થી પ્રારંભ થઈ સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ – શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જીલ્લા પંચાયત ( અકિલા ) ચોક, ડો.યાજ્ઞિક રોડ , સરદારનગર મેઈન રોડ , મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 9.30 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

ધર્મયાત્રાના રૂટમાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા , જિલ્લા પંચાયત ચોકમાં પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તથા જાગનાથ મંદિર ચોકમાં શ્રી જીરાવાલા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર (દીલીપભાઈ દેસાઈ) તેમજ ભગવાન મહાવીર સ્વામી ચોક ખાતે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા શરબત પાણીનું વિતરણ કરવામાં આવશે.
ધર્મયાત્રાનાં રૂટનાં રોડ ઉપર મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભિત કરેલ કાર બાઈક- સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, બોટાદનું પ્રખ્યાત નેમી નય જૈન બેન્ડ સુરાવલી રેલાવતા સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે.

Read About Weather here

ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂ. 5000, બીજા નંબરને રૂ.4000, ત્રિજા નંબરને રૂ. 3000, ચોથા નંબરને રૂ. 2000, પાંચમા નંબરને રૂ. 1000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટિકિટો આપવામાં આવશે.આ વેશભૂષામાં જોડાનાર બાળકને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ- સાઘ્વજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ – સાધ્વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here