ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારના એક 14 વર્ષની તરૂણીને બંગાળી ઢગો ભગાડી જતા બી- ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ બંગાળી નરાધમ પોલીસનાં હાથ લાગી ગયો હતો. પરંતુ નીચેના સ્ટાફ અગમ્ય કારણોસર આરોપીને નાસી જવાની તક આપી હતી. એ રીતે સમગ્ર મામલે નીચેના સ્ટાફની કાર્ય પ્રણાલી શંકાનાં દાયરામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભગવતીપરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 14 વર્ષની એક બંગાળી બાળા ઘરેથી ગુમ થયાની ફરિયાદ તેના પિતાએ બી ડીવીઝન પોલીસ મથક લખાવી હતી. જેમાં પડોશ રહેતા પરિણીત યુવક સુરજ નુર મહમદને શકમંદ તરીકે લખાવેલો હતો. બે દિવસની જહેમતનાં અંતે પરિવાર બાળા તેમજ 25 વર્ષનાં નરાધમને શોધી કાઢીને ગઈકાલે પોલીસનાં હવાલે કર્યા હતા. ત્યારે જવાબદાર અધિકારીને અંધારામાં રાખીને નીચેના સ્ટાફે સમગ્ર મામલો રફે-દફે કરી નાખ્યો હતો.

જેમાં ભોગ બનનાર બાળાનાં પિતાને કાયદાની બીક બતાવી બાળાને લઈને ચુપચાપ ઘરે જતા રહેવા જણાવ્યું હતું તેમજ યુવક અને તેના મળતિયા સાથે સાંઠગાંઠ કરીને આ યુવકને જલ્દી ગુજરાત બહાર નાસી જવા માટે છૂટો મૂકી દીધો હતો. સમગ્ર મામલામાં અધિકારી અજાણ હોય તેવું જણાઈ છે. પોલીસની વાણી વર્તનથી નારાજ બાળાનો પરિવાર સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયે આવ્યો હતો. સમગ્ર જાણ પી.આઈ.વાળાને કરતા તેઓએ ત્વરીત પગલા લઇ ભોગ બનનાર બાળાનાં પરિવારને પોલીસ સ્ટેશને બોલાવી ગુનાની ગંભીરતા સમજી પોક્સો (પોટેકન ઓફ એક્ટ) હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો અને પરિવારને ભયમુક્ત થઇ સમગ્ર હકીકત જણાવવા આશ્ર્વાસન આપ્યું હતું. સગીરાનાં પિતાએ જણાવ્યું કે, બી- ડીવીઝન પોલીસ મથકનાં બે કર્મચારીએ અમોને બાળાને લઈને ઘરભેગા થઇ જવા જણાવ્યું હતું.

Read About Weather here

પાછળથી તહોમતદાર સાથે શું વાતચીત થઇ કે બીજું કઈ વ્યવહાર થયો એ અમોને જાણમાં નથી.હાલમાં આ સૂરજ નુર મહમદ પોલીસને યેનકેન પ્રકાર મેનેજ કરીને નાસી જવામાં સફળ થયો છે. આ સમગ્ર હકીકત પી.આઈના જાણ આવતા પોલીસ કર્મચારીએ અધિકારીને ઉંધા ચશ્માં ચડાવવાનું કોશિશ કરી બેય પાર્ટી વચ્ચે સમાધાન થઇ ગયું એટલે તહોમતદારને જવા દીધા શું પોસ્કો જેવી ગંભીર ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાં સમાધાન થઇ શકે? નીચલા સ્ટાફે નીચતાની તમામ હદો પાર કરી હોવાનું જાણકારોનું મંતવ્ય છે. સગીરા તેમજ આરોપી પોલીસ સ્ટેશનને હાજર થયા ત્યારે બાળાનાં મેડીકલ ટેસ્ટ વગેરેની દરકાર પણ નીચેના સ્ટાફ કરી ન હોય પુરાવાનો નાશ તેમજ તહોમતદારને ભાગવામાં મદદ એમ બે પ્રકારનાં ગંભીર ગુનામાં નીચેન સ્ટાફને રોલ ભારે ચર્ચાસ્પદ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here