ભકતોના મહેરામણવિના ભગવાન જગન્નાથજીનું કૃપાદાન

ભકતોના મહેરામણવિના ભગવાન જગન્નાથજીનું કૃપાદાન
ભકતોના મહેરામણવિના ભગવાન જગન્નાથજીનું કૃપાદાન

અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત અને કફર્યુ વચ્ચે શાંતીથી પુર્ણ થતી 144 મી રથયાત્રા
ભાવનગર, ગાંધીનગર, રાજકોટ સહિતના સંખ્યાબંધ શહેરોમાં અષાઢી બીજની પરંપરાગત યાત્રાઓ યોજાઇ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કરી, સોનાના સાવરણાથી મુખ્યમંત્રીએ રથયાત્રા માર્ગની સફાઇ કરી

સતત પાંચમી વખત પહીંદ વિધિનું સોભાગ્ય પ્રાપ્ત કરતા વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા : રથયાત્રાના પ્રસ્થાન કરાવી દેશ અને ગુજરાતને કોરોનાથી મુકત કરવાની પ્રાર્થના કરતા મુખ્યમંત્રી

જીવ માત્રના કલ્યાન માટે આજે અષાઢી બીજના પાવન અવસર પર પરંપરા સાથે પરંતુ ભકતોના મહેરામણ વિના અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજી 144 મી રથયાત્રા નિકળી હતી. સમગ્ર યાત્રા રૂટ પર કફર્યુ અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જગન્નાથજી નગર ચર્યા કરી હતી અને ભકત ગણો પર કૃપાદાન વરસાવ્યું હતું. વહેલી સવારે અમદાવાદ સહિતના ધણા શહેરોમાં અષાઢી બીજના પર્વ પર પરંપરાગત રથયાત્રાઓ કાઢવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ, ભાવનગર, ગાંધીનગર વગેરે શહેરોમાં ભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જગન્નાથજી અમદાવાદમાં વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી.

ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સાફસુફી કરી હતી અને સતત પાંચમી વખત પહીંદ વિધિનું શોભાગ્ય પ્રાપ્ત કર્યુ હતું તેમ આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સાથે રહયા હતા.

મુખ્યમંત્રીએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા સાથે દેશ અને ગુજરાત કોરોના મહામારીથી જલ્દી મુકત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.નુતન વર્ષે કચ્છી સમાજના સહુ ભાઇઓ-બહેનોને પણ મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કચ્છમાં આજના દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણને કારણે રથયાત્રા કોવિડ પ્રોટોકોલ મુજબ યોજવામાં આવી છે.

મેં જગન્નાથજી દર્શન કર્યા છે અને આપણું રાજય તથા આપણો દેશ કોરોના મુકત બને તથા રાજયમાં સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. કચ્છી સમાજને ખાસ શુભેચ્છા સંદેશો આપતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારને પગલે કચ્છ જિલ્લાને નર્મદાનું પાણી એક મીલ્યન એકર ફીટ પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી કચ્છ જિલ્લાની સમૃધ્ધીમાં વધારો થવાની અપેક્ષા છે.

દરમ્યાન ભકતોના મહેરામણ વિના ત્રણ રથ અને પાંચ વહાનો સાથે રથયાત્રા નિકળી હતી. સમગ્ર રૂટ પર કફર્યુ હતું, પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું ન હોતું. સમગ્ર રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

સૌથી પહેલા આગળ તાલધ્વજ નામના રથમાં બલરામજીની પ્રતિમા બિરાજમાન કરાઇ હતી. બીજા ક્રમે કલ્પધ્વજ રથમાં બહેન શુભદ્રાજીને બિરાજમાન કરાયા હતા.

સૌથી છેલ્લે નંદીધોષ રથમાં ભગવાન જગન્નાથજીની પ્રતિમા રાખવામાં આવી હતી. આ વખતે રથયાત્રામાં ગજરાજ ન હોતા, ભજન મંડળીઓ હતી અને અખાડા પણ ન હોતા. સરસપુર મોસાળે પહોંચીને યાત્રા સવારે 10 વાગ્યા પહેલા નીજ મંદિર તરફ પરત આવી હતી.

Read About Weather here

નાથને મહારાષ્ટ્રીય વેશભુસાનો શણગાર કરવામાં આવ્યો હતો. ત્રણેય પ્રતિમાઓ સુંદર વસ્ત્રો અને સોના-ચાંદીના આભુસણથી શણગારવામાં આવી હતી. અવસર પર ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર કીરીટ પરમાર, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટીઓ યાત્રા દરમ્યાન ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here