ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં 11 મજૂર ભડથું  

ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં 11 મજૂર ભડથું  
ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં 11 મજૂર ભડથું  
મૃત્યુ પામેલા બધા મજૂરો બિહારના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને અહીં ભંગારના ગોડાઉનમાં કામ કરતા હતા. તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ભોઈગુડામાં એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂર જીવતા સળગી ગયા હતા. ઘટનાસ્થળ પર હાજર હૈદરાબાદ ડીસીપી સેન્ટ્રલ ઝોને જણાવ્યું હતું કે તમામ 11 મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, ભંગારના ગોડાઉનમાં પહેલા માળે 12 મજૂર સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મજૂરો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો નીચે રહેલી ભંગારની દુકાનમાંથી નીકળતો હતો, પણ એનું શટર બંધ હતું. શટર બંધ હોવાથી મજૂરો અંદર ફસાઈ ગયા હતા. આજે સવારે 8 વાગ્યા સુધી 11 મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક મજૂર જે નીકળવામાં સફળ રહ્યો હતો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર કંટ્રોલ રૂમને સવારે 3 વાગ્યાની આસપાસ જાણ કરાઈ હતી અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી કામ કર્યું હતું.

Read About Weather here

ગોડાઉનમાં રહેલા ફાઈબર કેબલોમાં આગ ફાટી નીકળી હતી, જેને કારણે ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગની તીવ્રતા વધુ વધી હતી. પહેલા માળે બે રૂમ હતા અને એક રૂમમાંથી તમામ 11 મૃતદેહ મળી આવ્યા હતા, જે એકબીજાની ઉપર પડેલા હતા. હજી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.ગોડાઉનમાં પડેલી દારૂની ખાલી બોટલો, કાગળો, પ્લાસ્ટિક અને અન્ય કેબલ પણ હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here