બ્રેકીંગ ન્યુઝ ભૂસ્ખલના કારણે 94નાં મોત, 54 ઘર ધરાશાયી; 35 લોકો ગુમ

બ્રેકીંગ ન્યુઝ ભૂસ્ખલના કારણે 94નાં મોત, 54 ઘર ધરાશાયી; 35 લોકો ગુમ
બ્રેકીંગ ન્યુઝ ભૂસ્ખલના કારણે 94નાં મોત, 54 ઘર ધરાશાયી; 35 લોકો ગુમ
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં 21 લોકોને રેસ્ક્યૂ કરાયા છે, 35 લોકો ગુમ છે. બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરો પેટ્રોપોલિસ વિસ્તારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 94 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 54 ઘર ધરાશાયી થયાં છે. બ્રાઝિલમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો. જેને કારણે આ લેન્ડસ્લાઈડની ઘટના બની હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ તેમના મંત્રીઓને પીડિતોની મદદની જવાબદારી સોંપી છે. મેયર રુબેન્સ બોમ્ટેમ્પોનું કહેવું છે કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં અહીં ભારે વરસાદને કારણે ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

રાહત અને બચાવ અભિયાનની વચ્ચે બુધવારે 49 વર્ષીય રોસલીન વિર્ગિલિયોનાં આંસુ સુકાવવાનું નામ લેતા નહોતાં. તેમને કાનમાં સતત કાટમાળમાં ફસાયેલી મહિલાનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે એક મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી કે મને અહીંથી બાર કાઢો. જોકે અમે કંઈ જ કરી ન શક્યા. પાળી અને માટીનો કાટમાળ ખસી રહ્યો હતો. તેમણે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ શહેર બરબાદ થઈ ગયું.ગવર્નર ક્લોડિયા કાસ્ત્રોએ બુધવારે જણાવ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિ છે

Read About Weather here

અને એ પ્રભાવિત ક્ષેત્રોથી કાટમાળ સાફ કરાવવા માટે આસપાસનાં રાજ્યો પાસેથી ભારે મશીનરી સહિત દરેક શક્ય મદદ મગાવી રહ્યાં છે. રાજ્યના ફાયર વિભાગે મંગળવારે મોડી રાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 180 સૈનિકો બચાવ અભિયાનમાં લાગ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે વિસ્તારમાં દિવસમાં ત્રણ કલાકની અંદર 25.8 સેન્ટિમીટર વરસાદ થયો છે. રશિયાની યાત્રા પર ગયેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ટ્વીટ કર્યું છે કે તેમને પોતાના મંત્રીઓને વારસાદને કારણે પ્રભાવિત થયેલા લોકોની તાત્કાલિક મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.જે આ પહેલાંના 30 દિવસમાં થયેલા વરસાદ જેટલો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here