બ્રેકીંગ ન્યુઝ બેન્કમાં ધોળા દિવસે લૂંટ…!

બ્રેકીંગ ન્યુઝ બેન્કમાં ધોળા દિવસે લૂંટ...!
બ્રેકીંગ ન્યુઝ બેન્કમાં ધોળા દિવસે લૂંટ...!
આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચોર બેન્કમાં ઘૂસીને ફાયરિંગ કરતા દેખાય છે. આ સમગ્ર ઘટના દરમિયાન ચોરો અઢી લાખ ભરેલી બેગ લઈને ભાગી ગયા છે. મુંબઈના દહિસર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં બુધવારે સાંજે અમુક ચોર લૂંટના ઈરાદે અંદર ઘૂસ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

અને અહીં તેમણે ફાયરિંગ પણ કર્યું હતું. Sમાં એક બેન્ક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ ગોળીબારમાં બેન્કનો સિક્યોરિટી ગાર્ડ પણ ઘાયલ થયો છે.ઘટનાના 12 કલાકની અંદર જ પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

પોલીસે ઘટનામાં લૂંટમાં ઉપયોગ કરેલી ગન પણ જપ્ત કરી લીધી છે.એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ પડવલે જણાવ્યું હતું કે એમએચબી પોલીસ સ્ટેશનની હદમાં દહિસરના એસવી રોડ પર આવેલી સ્ટેટ બેન્કમાં બુધવારે બપોરે 3.25 વાગે 2 માસ્ક પહેરેલા ચોર અંદર ઘૂસ્યા હતા.

બેન્કમાં કેશ કાઉન્ટર પાસે હાજર સંદેશ ગોમરે પાસેથી પૈસા ભરેલી બેગ ઝૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે સંદેશ ગોમરેએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો એક ચોરે તેની છાતીમાં ગોળી મારી દીધી હતી.

બીજા ચોરે બેન્કમાં હાજર સિક્યોરિટી ગાર્ડ પર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે માંડ માંડ બચી ગયો હતો. ચોરોએ તેને પણ હથિયારથી મારીને ઘાયલ કરી દીધો હતો.

બંને કર્મચારી ઘાયલ થયા પછી ચોર કેશ કાઉન્ટર પરથી બેગ લઈને ચાલતા જ મીરા રોડ તરફ ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ઉત્તર મુંબઈ પ્રાદેશિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક સંદેશ ગોમરે વિરારમાં રહેતો હતો. તે બેન્કમાં પ્રાઈવેટ કર્મચારી તરીકે કામ કરતો હતો. ગોળી વાગતાં તેને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Read About Weather here

જોકે પોલીસે 24 કલાકની અંદર જ બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે સમગ્ર ઘટના વિશે પ્રેસ-કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો.લૂંટની ઘટનાની તપાસ માટે પોલીસે 8 લોકોની ટીમ બનાવી હતી, જેણે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here