બ્રેકીંગ ન્યુઝ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો…!

બ્રેકીંગ ન્યુઝ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો...!
બ્રેકીંગ ન્યુઝ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો...!

ભુજની નાર્કોટિકસ કોર્ટે ૧૧ દિવસના રિમાન્ડ આપ્યા બાદ એટીએસ દ્વારા કરાયેલ પૂછપરછમાંઙ્ગ ૬ પાકિસ્તાનીઓ પૈકી મોહમ્મદ સાજીદ વાઘેરનું ડ્રગ્સ ડીલર સાથે સીધું કનેકશન હોવાનું ખૂલ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રમાં આંતરરાષ્ટ્રીયઙ્ગ ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના હાજી કાસમ અને હાજી હસનના નામ સામે આવ્યા છે. ગુજરાતના રસ્તે દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના ચાલતા ષડ્યંત્રને ભેદવા એટીએસના પ્રયત્નો દરમ્યાન મોટો ખુલાસો થયો છે.

૪૦૦ કરોડના ડ્રગ્સ સાથે જખૌના દરિયામાંથી ઝડપાયેલ ૬ પાકિસ્તાનીઓને સાંકળતો આ ધડાકો છે.જખૌના દરિયામાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર જે ૬ પાકિસ્તાનીઓ ઝડપાયા છે તે પૈકી એક મોહમ્મદ સાજીદ છે, આ મોહમ્મદ સાજીદ એ આંતરરાષ્ટ્રીય પાકિસ્તાની ડ્રગ્સ ડીલર હાજી હસનનો દીકરો છે.

હાજી હસન અને હાજી કાસમે ૪૦૦ કરોડનું ડ્રગ્સ પંજાબ મોકલવા માટે ગુજરાતના દરિયાઈ રસ્તે માછીમારો મારફતે મોકલ્યું હોવાનું ખુલ્યું છે.જોકે, ૪૦૦ કરોડના આ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી લેવા આવનાર કચ્છના શખ્સ ઉપરાંત તે પંજાબ કઈ રીતે પહોંચાડવાનું હતું તે સ્થાનિક નેટવર્ક ની કડી હજી શોધવાની બાકી છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રસ્તે ડ્રગ્સ દેશમાં ઘુસાડવા માંગતા દેશદ્રોહીઓની જાળ ભેદવી જરૂરી છે. કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા ડ્રગ્સ સાથે ઝડપાયેલ ૬ પાકિસ્તાનીઓઙ્ગ (૧) મોહમ્મદ ઇમરાન વાઘેર સ/ઓ મો. તારીક,

રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન (૨) ઈસ્માઈલ બડાલા સ/ઓ ઇબ્રાહિમ, રહે. બદર ગ્રાઉન્ડ, કેમાળી, કરાચી પાકિસ્તાન (૩) મોહમ્મદ સાજીદ વાઘેર સઓ હુસેન રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્ડીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન (૪) સાગર વાઘેર સાઓ મોહમ્મદ રહે. બાબા આઈલેન્ડ,

Read About Weather here

કેમાળી, કરાચી, પાકિસ્તાન (૫) મોહમ્મદ દાનિશ વાઘેર સાઓ મોહમ્મદ હસેન, રહે. મુસ્લીમ મુજાહીદ્દ કોલોની, બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાન (૬) અશ્ફાક વાઘેર સાઓ મોહમ્મદ ઇશાક, રહે મુસ્લીમ મુજાહીદ્દ કોલોની,બલ્દીયા ટાઉન, કરાચી, પાકિસ્તાનની પૂછપરછમાં હજી વધુ કડાકા ભડાકા થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here