બ્રેકિંગ ન્યૂઝ મનસુખ માંડવિયાની મોટી જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ મનસુખ માંડવિયાની મોટી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ મનસુખ માંડવિયાની મોટી જાહેરાત
રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ જાહેરાતથી વાલીઓમાં હાશકારો અનુભવાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, હવે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે. નોંધનીય છે કે, સરકારે બીજા તબક્કામાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, બાળકો સુરક્ષીત છે તો દેશ સુરક્ષીત. તેમણે આગળ લખ્યું છે કે, મને જમાવતા ખુશી થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સાથે જ 60થી વધુ ઉંમરના લોકોને હવે પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે. તેમણે બાળકો અને વૃદ્ધોને કોરોના વેક્સિન લગાવી લેવાની પણ અપીલ કરી છે.ભારતમાં ગઈકાલે કોરોનાના 2503 કેસ નોંધાયા હતા અને 57 લોકોના મોત થયા હતા.

Read About Weather here

ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 36,138 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 29 લાખ 93 હજાર 494 નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5 લાખ15 હજાર 907 લોકોએ જીવ ગુમાવ્યા છે.ભારતમાં અત્યાર સુધી 96 કરોડ 88 લાખ 80 હજાર 303 લોકોને પ્રથમ ડોઝ, 81 કરોડ 30 લાખ 76 હજાર 716 લોકોને બીજી ડોઝ અને 2 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here