બ્રેકિંગ ન્યુઝ 12 વર્ષથી નાનાં બાળકોને વેક્સિન નહીં અપાય

બ્રેકિંગ ન્યુઝ 12 વર્ષથી નાનાં બાળકોને વેક્સિન નહીં અપાય
બ્રેકિંગ ન્યુઝ 12 વર્ષથી નાનાં બાળકોને વેક્સિન નહીં અપાય
આ મુદ્દે હજુ આદેશ જારી નથી થયો પણ સૂત્રોના જણાવ્યાનુસાર હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થઇ ચૂક્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી નાનાં બાળકોને કોરોના વેક્સિન ન આપવાનો નિર્ણય કર્યો છે. વેક્સિન બનાવનારી બે કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને બાયોલોજિકલ-ઇએ 12 વર્ષથી નાના બાળકોને પોતાની રસી આપવા સરકારની મંજૂરી માગી છે.બંને કંપનીએ બાળકો પર ટ્રાયલનાં પરિણામ પણ સરકારને આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે આરોગ્ય મંત્રાલયે નિષ્ણાતો સાથે ચર્ચા કરી, જેમાં સામે આવ્યું કે દેશમાં 12 વર્ષથી નાના બાળકો કોરોનાની ત્રણેય લહેરમાં સંક્રમિત તો થયાં પણ તેમનામાં ગંભીર લક્ષણ નહોતાં દેખાયાં તેથી તેમને વેક્સિન આપવી જરૂરી નથી.નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશને (એન્ટાગી) સરકારને સલાહ આપી શકે છે કે, ગંભીર બિમારીથી પીડિત 12 વર્ષથી નાના બાળકોને જ વેક્સિન અપાય.

16 માર્ચથી દેશમાં 12થી 14 વર્ષનાં બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. 1.6 કરોડ બાળકોને પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 15-17 વર્ષના 5.71 કરોડ કિશોરોને પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે.બાળકોને વેક્સિન આપતા પહેલાં વૈજ્ઞાનિક આધાર જણાવવો જોઈએ. દુનિયાભરમાં ક્યાંય પણ નાના બાળકોને વેક્સિનની જરૂર નથી. કેમ કે વેક્સિન સંક્રમણની ગંભીરતાથી બચાવે છે, સંક્રમણથી નહીં.

Read About Weather here

અત્યાર સુધી બાળકોમાં સંક્રમણનાં ગંભીર લક્ષણો દેખાયાં નથી. કોરોનાથી બાળકોનાં મૃત્યુ પણ લગભગ શૂન્ય છે એટલા માટે તેમને વેક્સિન આપવી યોગ્ય નથી. આમ પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે વેક્સિન સંક્રમણ અટકાવતી નથી પણ સંક્રમણ થયા બાદ બીમારીની ગંભીરતા ઘટાડે છે. તો પછી બાળકોને વેક્સિન આપવાની શું જરૂર છે?હું તો કહીશ કે 12થી 14 વર્ષનાં એ જ બાળકોને વેક્સિન આપવી જોઈએ જેમને કોઈ ને કોઈ ગંભીર રોગ હોય. બાકી બાળકોને તેની જરૂર નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here