બ્રેકિંગ ન્યુઝ ચીનના 10 શહેરોમાં લોકડાઉન…!

બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
ચીનમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે. એક જ દિવસમાં બે ગણાથી વધુ નવા કેસ વધ્યા છે. મંગળવારે ચીનમાં 5280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોરોના મહામારી પછીનો આ સૌથી મોટો આંકડો છે. બીજી તરફ WHOએ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરીઅન્ટ અને ઓમિક્રોન વેરિઅન્ટથી મળીને ડેવલોપ થઈ રહેલો નવો વેરિઅન્ટ ચોથી લહેર લાવી શકે છે. નવી કોરોનાની લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકોને એક વખત ફરી ઘરમાં કેદ કરવામાં આવ્યા છે.નવી કોરોના લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

3 કરોડથી વધુ લોકોને એક વખત ફરી ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. નવી લહેરના કારણે સૌથી વધુ જિલિન પ્રાંત પર અસર થઈ છે. કોરોનાના કેસમાં ઉછાળના કારણે ઓછામાં ઓછા 10 શહેરો અને કાઉન્ટિયોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમાં શેંજેનનું ટેક હબ સામેલ છે, જ્યાં 1.70 કરોડ લોકો રહે છે. ચીનના રાષ્ટ્રીય આયોગ(એનએચસી)ના જણાવ્યા મુજબ આ છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જિલિન પ્રાંતમાં સૌથી વધુ 3000 નવા સંક્રમિત નોંધાયા છે.સોમવારે એનએચસીએ કહ્યું હતું કે દેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં 2021માં નોંધાયેલા કેસથી પણ વધુ કેસ નોંધાયા છે.

2021માં આખા વર્ષમાં ચીનમાં 8,378 કેસ નોંધાયા હતા. જે આ વર્ષે 14,000થી વધુ થયા છે. ચીનના વુહાનથી 2019માં શરૂ થયેલું કોરોના સંક્રમણ એક વખત ફરી ચીનને ઘેરી રહ્યું છે.છેલ્લા એક સપ્તાહમાં બીજિંગ, શંઘાઈ સહિત ગ્વાંગડોંગ, જિઆંગ્સુ, શેડોંગ અને ઝેજિયાંગ પ્રાંતોમાં કોવિડના નવા કેસ નોંધાયા છે. નોમુરાએ એક નોટમાં કહ્યું છે કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા એક વખત ફરી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ WHOના વૈજ્ઞાનિક મારિયા વાન કરખોવે ટ્વિટ કર્યું છે કે વિશ્વમાં ઓમિક્રોન અને ડેલ્ટાના મિશ્રણથી નવો વેરિઅન્ટ વિકસિત થઈ રહ્યો છે.

Read About Weather here

જે ચોથી લહેર લાવી શકે છે. મારિયાએ વાયરોલોજિસ્ટના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું કે અમે તેને ટ્રેક કરી રહ્યાં છે.કોવિડ-19ના ઝડપથી પરત ફરવા અંગે ચીનના સંક્રમક રોગના એક્સપર્ટ ઝાંગ વેનઝોંગે સોમવારે કહ્યું કે આ સમય ચીન માટે જુઠ્ઠું બોલવાનો નથી. વેનહોંગે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિના વીબો પર એક પોસ્ટમાં આ ટિપ્પણી કરતા કહ્યું કે 2020માં કોરોના મહામારી પછીથી આ ચીન માટે સૌથી કઠણ સમય છે. તેમણે આ અંગે સરકારી ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે આ સમય તાત્કાલિક કાર્યવાહી કરવાનો છે નહિતર સ્થિતિ બગડી શકે છે.આપણે શૂન્ય કોવિડ નીતિ પર ચર્ચા કરવાની જગ્યાએ પૂર્ણ અને ટકાઉ મહામારીની રણનીતીને તાત્કાલિક લાગુ કરવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here