બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી…!

બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી...!
બ્રેકિંગ ન્યુઝ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી...!
ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત થી લગાવામાંઆવી શકે છે કે ત્યાં એક બુલેટ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. જાપાનનીરાજધાની ટોકયો નજીક ગઈ રાતે આવેલા ભૂકંપેભારે તબાહી મચાવી છે. ભૂકંપના કારણે ૨ ના મોત થયા છે,જયારે૧૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે.જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપના કારણે ૨ લોકોના મોત થયા છે, જયારે ૮૮ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે ભૂકંપ સામાન્ય કરતાં વધુ છે. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૩ માપવામાં આવી હતી. રાત્રે ૮.૦૬ વાગ્યે (જાપાનમાં ૧૧.૩૦) આવેલા ભૂકંપનું કેન્દ્ર ટોકયોથી ૨૯૭ કિમી ઉત્તર-પશ્ચિમમાં હોવાનું નોંધાયું હતું.જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી ૬૦ કિલોમીટરની ઉંડાઈએ હતું. જાપાનના મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં સૌથી વધુ આંચકા અનુભવાયા હતા. બંને પ્રાંતોમાં લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ફુકુશિમામાં જ ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે.જાપાનની બુલેટ ટ્રેન ઓપરેટર કંપનીના જણાવ્યા અનુસાર તોહોકુમાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.

ટ્રેનમાં ૧૦૦ મુસાફરો હતા. જોકે, તેમાંથી કોઈને ઈજા થઈ ન હતી. જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એકસપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં ઓસાકીમાં તોહોકુ એકસપ્રેસવે, મિયાગી પ્રીફેકચરમાં જેબાન એકસપ્રેસવે અને સોમા, ફુકુશિમાનો સમાવેશ થાય છે.ભૂકંપના આંચકા બાદ જાપાનની રાજધાની ટોકયોમાં ૨૦ લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ૧૧ માર્ચ, ૨૦૧૧ એ જાપાન માટે અભૂતપૂર્વ અકસ્માતનો દિવસ હતો.

Read About Weather here

આ દિવસે ઉત્તરપૂર્વ જાપાનના દરિયાકાંઠે ૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આજે પણ જાપાન આ અકસ્માતમાંથી બહાર આવી શકયું નથી. આ ભૂકંપના આફટરશોકસમાં ૧૮ હજાર લોકોના મોત થયા હતા.AFPએ ટોકયો ઈલેકટ્રીક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે જાપાનમાં આવેલા ભૂકંપ બાદ ટોકયો અંધકારમાં ડૂબી ગયું હતું. ભૂકંપના આ આંચકાઓએ જાપાનના લોકોને ૨૦૧૧ની યાદ અપાવી દીધી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here