બ્રેકિંગ ન્યુઝ જ્વાળામુખી ફૂટ્યો…!

બ્રેકિંગ ન્યુઝ જ્વાળામુખી ફૂટ્યો...!
બ્રેકિંગ ન્યુઝ જ્વાળામુખી ફૂટ્યો...!
જવાળામુખી ફાટવાને લીધે લગભગ 250 સૃથાનિક લોકોને આશ્ર ય સૃથળોએ પહોંચાડવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના મેરાપી પર્વતમાં જ્વાળામુખી ફાટવાથી આકાશમાં ધુમાડાના ઘટ્ટ વાદળો છવાઇ ગયા હતાં અને આસપાસના ગામો અને વિસ્તારોમાં રાખની ચાદર ફેલાઇ ગઇ હતી.જો કે અત્યાર સુધી કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાવાના ગીચ વસ્તી ધરાવતા દ્વીપમાં મધ્યરાત્રિથી પહેલા અને ત્યારબાદ ઓછામાં ઓછા સાત વખત ગરમ રાખના ગોળા નીકળ્યા હતાં અને પાયરોકલાસ્ટિક પ્રવાહી નીકળ્યું હતું જે પાંચ કિલોમીટર સુધી ફેલાઇ ગયું હતું. 

Read About Weather here

જવાળામુખી ફાટવાનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સાંભળવા મળ્યો હતો. મુહારીના જણાવ્યા અનુસાર મેરાપી પર્વત પર જવાળામુખીના ખતરાને ધ્યાનમાં રાખીને યોગ્યાકાર્તા પ્રાંતના ગ્લાગાહારજો અને ઉમ્બુલહારજો ગામો અને મધ્ય જાવાના ક્લેટેન જિલ્લામાં 253 લોકોને અલગ સૃથળે પહોંચાડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here