બ્રેકિંગ ન્યુઝ ઘરેલુ ગેસ-સિલિન્ડરમાં ભાવ વધારો..!

સિલિન્ડરના ભાવમાં રૂ.50નો વધારો…!
સિલિન્ડરના ભાવમાં રૂ.50નો વધારો…!
હવે ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. સામાન્ય માણસોને એક વખત ફરી મોંઘવારી નડશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલાં માર્ચ 2022માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.આ મહિનાની એક તારીખે ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ભાવવધારો 19 કિલોના કમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા પછી વાદળી કલરના રંગના આ સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં હવે 2355.50 રૂપિયા છે. આ પહેલાં એની કિંમત 2253 રૂપિયા હતી.બીજી તરફ, 5 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત હાલ 655 રૂપિયા છે.

Read About Weather here

આ પહેલાં એક માર્ચે 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 22 માર્ચે 9 રૂપિયાનો વધારો થયો હતો.એક મહિના પહેલાં એક એપ્રિલે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here