બ્રેકિંગ ન્યુઝ ગંગામાં 7 યુવકોનો ડૂબ્યાં…!

બ્રેકિંગ ન્યુઝ ગંગામાં 7 યુવકોનો ડૂબ્યાં...!
બ્રેકિંગ ન્યુઝ ગંગામાં 7 યુવકોનો ડૂબ્યાં...!
એક યુવકે દુર્ગા પ્રતિમા વિર્સજનને ફેસબુક પર લાઈવ કરી હતી. આ દરમિયાન આ આખી ઘટના લાઈવ થઈ ગઈ. વીડિયોમાં જોવા મળે છે કે 7 યુવક ગંગાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહ્યાં છે, તેમને બચાવવા માટે લોકો બૂમો પાડી રહ્યાં છે. બિહારના મુંગેરમાં ગંગામાં 7 યુવકો ડૂબવાનો રુંવાડા ઊભો કરતો વીડિયો સામે આવ્યો છે. કેટલાંક લોકો નદીમાં કૂદીને બચાવી પણ રહ્યાં છે. જોતજોતમાં ત્રણ યુવક નદીમાં ડૂબી જાય છે.ઘટના ગુરુવારે મુંગેરના કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના દુરમટટા ગંગા ઘાટની છે. દુર્ગા વિસર્જનને બિનદ્વારા દુર્ગા પૂજા સમિતિના એક સભ્યએ લાઈવ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેનો વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે લોકો માતા દુર્ગાની પ્રતિમા ટ્રેક્ટર-ટ્રોલીમાં લઈને ઘાટ પહોંચે છે. આ દરમિયાન DJ વાગી રહ્યાં છે. માની પ્રતિમા ગંગા નદીમાં લઈને કેટલાંક યુવકો પાણીમાં ઉતરે છે. આ દરમિયાન બુમ-બરાડા સાંભળવા મળે છે.સાત યુવક ગંગાના ઊંડાણવાળા વિસ્તારમાં દૂર સુધી જતા રહે છે. જે બાદ તેઓ ડૂબવા લાગે છે અને બચવા માટે બૂમો પાડે છે. આજુબાજુના લોકો તેમને બહાર કાઢવાના પ્રયાસ કરે છે.

Read About Weather here

ચારેબાજુ બૂમબરાડા અને રડવા અવાજો આવવા લાગે છે. ચાર યુવકને બચાવી લેવામાં આવે છે, પરંતુ ત્રણ નદીમાં ડૂબી જાય છે. ઘણી શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળે છે.કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બિન દ્વારા ગામના અમરજીત કુમાર, રુષભ રાજ અને મોનૂ સિંહ પ્રતિમા વિસર્જન દરમિયાન ગંગા નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યા છે. સરકારી અધિકારી ખુશબુ ગુપ્તાએ જણાવ્યું કે પ્રતિમા વિસર્જન દરમિયાન ડૂબેલા ત્રણેય યુવકના પરિવારને સરકારી લાભ આપવામાં આવશે. તેમને કહ્યું કે આ અંગે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.ગંગામાં ડૂબી જતા ગામના ત્રણ યુવકના મોત થતા ગામમાં ગમગીની જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here