બ્રહ્માકુમારીઝના ‘સ્વર્ણિમ ભારત’ પ્રોજેકટનું કાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

બ્રહ્માકુમારીઝના ‘સ્વર્ણિમ ભારત’ પ્રોજેકટનું કાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
બ્રહ્માકુમારીઝના ‘સ્વર્ણિમ ભારત’ પ્રોજેકટનું કાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

આબુ રોડ સ્થિત શાંતિવન ખાતે ભવ્ય કાર્યક્રમ
રાજકોટ સહિત ભારતના તમામ સેવા કેન્દ્રોમાં પણ કાલથી પ્રોજેકટનો પ્રારંભ

બ્રહ્યાકુમારીઝ દ્વારા આબુ રોડ સ્થિત ડાયમંડ હોલ, શાંતિવન, ખાતે તા.20મીએ સવારે 10:30 વાગ્યે આઝાદી ના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ પ્રોજેક્ટનું ઓનલાઈન ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રોજેક્ટ બ્રહ્માકુમારીઝ હેડક્વાર્ટર, માઉન્ટ આબુ અને ભારત સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉત્સવ બ્રહ્માકુમારીઝના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાબાના 53માં અવ્યક્ત આરોહણના અવસરે શરૂ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી આખા વર્ષ દરમિયાન ચાલતા કાર્યક્રમોનો પ્રારંભ કરશે. જેમાં (1) મેરા ભારત – સ્વસ્થ ભારત (2) આત્મનિર્ભર કિસાન અભિયાન (3) મહિલાઓ – નવા ભારતના ધ્વજવાહક. ઉપરાંત, પુરા ભારત વર્ષના બ્રહ્માકુમારીઝ ના દરેક સેવાકેન્દ્રો દ્વારા આગામી 12 મહિનામાં યોજાનાર સમાજસેવા લોક ઉત્થાનના અનેક અભિયાનો જેવા કે, (1) શાંતિની શક્તિ યુવા પ્રદર્શન – બસ અભિયાન (2) અનદેખા ભારત – ભારતના વિરાસત સ્થળો પર સાયકલ રેલી (3) એક ભારત શ્રેષ્ઠ ભારત મોટર બાઈક ઝુંબેશ (4) સ્વચ્છ ભારત અભિયાનનું વડાપ્રધાન લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કરશે.

આ અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહોત્સવને સંબોધશે. આ ઉત્સવ બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય સંચાલક આદરણીય દાદી રતન મોહિનીની હાજરીમાં યોજાશે.

Read About Weather here

રાજકોટ ખાતે પણ તા.20 સવારે 10 વાગ્યે જ્યોતિ દર્શન પંચશીલ સોસાયટી સેવા કેન્દ્ર પર આ પ્રોજેક્ટનું મહાનુભાવ તથા ગુજરાત ઝોન ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતી દીદીના હસ્તે દીપ પ્રજવલિત સાથે શુભારંભ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here