બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા કાલથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી

બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા કાલથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી
બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા કાલથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી
બ્રહ્મદેવ સમાજ ગુજરાતના રાજકોટ શહેર વિભાગ દ્વારા આવતીકાલ તા.29 મીથી તા.3 મે સુધી પાંચ દિવસ આરાધ્યદેવ શ્રી પરશુરામ ભગવાનનાં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા સૌપ્રથમ આવતીકાલે તા.29 મીએ શુક્રવારે સાંજે 4 વાગ્યે કિસાનપરા ચોકથી બહુમાળી ભવન ચોક સુધી વાજતે-ગાજતે શ્રી પરશુરામ દાદાની આહવાન રેલી કાઢવામાં આવશે. જયાં પહોંચીને સ્થાપનવિધિ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે. બાદમાં અહીં દરરોજ રાત્રે 8 વાગ્યે શ્રી પરશુરામ દાદાની મહાઆરતી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

બીજા દિવસે તા.30 મીએ શનિવારે સાંજે 7:30 વાગ્યે બાળકો માટે સાંસ્કૃતિક વેશભૂષા અને શ્ર્લોક સ્પર્ધા તથા બહેનો માટે સામુહિક કાર્યક્રમ યોજાશે.ત્રીજા દિવસે તા.1લીએ રવિવારે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે પૂ. પરશુરામ દાદાના જીવન ચરિત્ર પર બપોરે 4 વાગ્યે નાટક યોજવામાં આવશે.ચોથા દિવસે તા.2 ને સોમવારે રેસકોર્સના બાલભવન ખાતે બ્રહ્મસમાજના ભાઈઓ અને બહેનો માટે લાઈવ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાંડિયા કિંડા રાહુલ મહેતા, સાગર રાવલ, ખુશાલીબેન જોષી અને પુજાબેન થાનકી સુર-સંગીતથી સૌને રાસ ગરબા રમાડશે.

Read About Weather here

પાંચમાં દિવસે તા.3 ને મંગળવારે સવારે 7 વાગ્યે પરશુરામ ભગવાનના યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. બાદમાં સવારે 11 વાગ્યે પરશુરામ દાદાના ઉત્થાપન સાથે જન્મોત્સવ પર્વની ઉજવણીનું સમાપન થશે.પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુકલ, પ્રદેશ યુવા પ્રભારી વિરલભાઈ ભારદ્વાજ, પ્રદેશ યુવા પ્રમુખ નિરજભાઈ જોશી, પ્રદેશ હોદ્ેદાર સમીરભાઈ પંડયા, રાજકોટ શહેર પ્રમુખ વિરાગભાઈ જોશી, રાજકોટ શહેર યુવા પ્રમુખ આનંદભાઈ પુરોહિત, મહામંત્રી વિપુલભાઈ જાની, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ ત્રિવેદી, સંગઠન મંત્રી નિશ્ર્ચલભાઈ જોષી, લીગલ સેલના ચીમનભાઈ સાકરીયા, યુવા મહામંત્રી દર્શનભાઈ પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here