બોટાદના જીવદયા પ્રેમીનું અનોખું અભિયાન

બોટાદના જીવદયા પ્રેમીનું અનોખું અભિયાન
બોટાદના જીવદયા પ્રેમીનું અનોખું અભિયાન
શહેરના એક બિલ્ડરનો જીવદયા પ્રેમ જાગ્યો છે. તળાવમાંના માછલાંને બચાવવા પાણીના ટેન્કર દ્વારા તળાવમાં પાણી નાંખવાનુ શરૂ કરાયું છે. બોટાદના ખાલી કૃષ્ણ સાગર તળાવમાં મરતા માછલાં ને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે .

Visit Saurashtra Kranti Homepage here

બોટાદ શહેરનું એક માત્ર હાર્ટસમા કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડી અને તળાવ ભરવામાં આવ્યું હતું. જેને લઈ અસંખ્ય જળચર જીવ આ તળાવમાં ફરતા થયા હતા. પરંતુ સમય જતાં તળાવ ધીમે ધીમે ખાલી થવા લાગ્યું,જેને લઈ અનેક માછલાં અને કાચબાના મોત થયા હતા. હાલ સ્થિતિ એવી છે કે, તળાવમાં માત્ર પાણીના ખાબોચિયા ભરેલા છે. તેમાં રહેલા માછલાનો જીવ બચાવવા જીવદયા પ્રેમીઓએ અભિયાન હાથ ધર્યુ છે. 

Read About Weather here

શહેરના બિલ્ડર હિરેન પટેલ અને રણજીતભાઈ વાળાનો જીવદયા પ્રેમ સામે આવ્યો છે. તેઓએ સ્થળ તળાવની મુલાકાત લઈને પ્લાન બનાવ્યો હતો. તળાવમાંના માછલાઓને બચાવવા આજે પાણીના ટેન્કરથી પાણી નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કૃષ્ણસાગર તળાવમાં કૃત્રિમ તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. . આમ, જીવોને બચાવવાની કામગીરી શરૂ થતાં લોકોએ વખાણ કર્યા હતા. સાથે જ સરકાર સામે રોષ પણ ઠાલવ્યો હતો.30 ફૂટ બાય 30 ફૂટનું કુત્રિમ તળાવ બનાવી તેમાં પાણી ભરી તળાવના અલગ અલગ ખાબોચિયામાં રહેલા તમામ જળચર જીવોને તેમાં એકત્રિત કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here