બે દિવસ છોડી એક દિવસે આવતું પાણી: ભારે મુશ્કેલી

બે દિવસ છોડી એક દિવસે આવતું પાણી: ભારે મુશ્કેલી
બે દિવસ છોડી એક દિવસે આવતું પાણી: ભારે મુશ્કેલી
વોર્ડ નં.1 માં આવેલ નાગેશ્ર્વર ઓરિયા પ્રેસિડન્ટ એસોસિએશન દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, અમારા વિસ્તારમાં રૂડા વખતે જે પાણીની મેઇન લાઇન 4 ઙટઈ ની છે . જેના દ્વારા દરેક ફ્લેટ 1/2 લાઇન આપેલ છે. પરંતુ પાણીનું પ્રેસર હોતું નથી. વાલ્વ ખોલવાવાળા વાલ્વ પૂરતા ખોલતા ન હોય, પાણી આપવાનો સમય પણ બે દિવસ છોડી એક દિવસે પાણી આવે છે, 40 મિનિટનો સમય હોય, પરંતુ પ્રેશર ન હોવાને કારણે વાલ્વ પાસેના 3 થી 4 બિલ્ડિંગમાં પાણી પહોંચે ત્યાં 40 મિનિટનો સમય પૂરો થઈ જાય અને શેરીની છેલ્લે સુધી પાણી પહોંચે નહિ.

Visit Saurashtra Kranti Homepage here

નાગેશ્ર્વર આખા એરિયામાં અપૂરતા પાણીને કારણે દરેક બિલ્ડિંગમાં રોજના 1 થી 2 ટેન્કર વહેચાતા લેવા પડે છે. નાગેશ્ર્વર એરિયા હવે રાજકોટ સિટીમાં વોર્ડ નંબર 1 માં આવતું હોય, જો રાજકોટ સિટીમાં મોટી ડીઆઈ પાઇપલાઇન દ્વારા પૂરા પ્રેશરથી એકાત્રા 30 મિનિટ પાણી આપી શકતું હોય તો અમો પણ રાજ્કોટ સિટીમાં રહીએ છીએ. અમોને પણ રાજકોટ સિટીની જેમ જ પાણી આપવું જોઈએ.

Read About Weather here

હાલમાં ઉનાળો ચાલુ હોય, અડધો ઉનાળો પણ જતો રહ્યો માટે અમોને પાણીની લાઇન મારફત એકાત્રા 30 મિનિટ પાણી મળી શકે તેવી વ્યવસ્થા કરાવવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here