બેફામ ભાડા વસૂલી…!

બેફામ ભાડા વસૂલી…!
બેફામ ભાડા વસૂલી…!

દિવાળી અગાઉ અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર જવાના બસના ભાડામાં ચાર ગણો વધારો નોંધાયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં બે વર્ષ બાદ દિવાળીના તહેવારોની રોનક જાણે પરત ફરી છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકો દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી જુનાગઢ, ભાવનગર, જામનગર, સોમનાથ જવાના ભાડામાં જબરદસ્ત વધારો થયો છે.

અમદાવાદ-રાજકોટની ખાનગી બસનું ભાડું સામાન્ય દિવસોમાં રૃપિયા 500ની આસપાસ હોય છે અને તે હવે વધીને રૂપિયા 1 હજાર થઇ ગયું છે. આવી જ સ્થિતિ ભાવનગરની છે જ્યાંનું બસ ભાડું રૂપિયા 1500ની નજીક છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ભાવનગરનું ભાડું રૂપિયા 500ની આસપાસ હોય છે.

છેલ્લા કેટલાક સમયથી ડીઝલમાં સતત વધારો થઇ રહ્યો છે એટલે પણ બસના ભાડામાં પણ નાછૂટકે વધારો કરવો પડયો છે. હજુ દિવાળી નજીક આવશે તેમ ખાનગી બસના ભાડામાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે.

મુંબઇ, નાસિકનું ભાડું રૃપિયા ૩ હજાર સુધી પહોંચે તેની પણ સંભાવના છે. જૂનાગઢ ખાતે વતન જનારા એક મુસાફરે જણાવ્યું કે, સામાન્ય રીતે હું મારા વતન જવા માટે રૃપિયા 500ની ટિકિટ ખરીદતો હોઉં છું.

જેના સ્થાને આ વખતે મારે બમણા રૂપિયા આપીને ટિકિટ ખરીદવી પડી છે. આ વખતે ટ્રેન ઓછી હોવાથી અન્ય રાજ્યોમાં જવા માટેની ખાનગી બસ માટે પણ ભારે ધસારો છે.

અમદાવાદથી મુંબઇનું બસ ભાડું રૃપિયા 2200, નાસિકનું બસ ભાડું રૂપિયા 2400, ઉજ્જૈનનું બસ ભાડું રૂપિયા 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર થઇ ગયું છે.

આ અંગે એક પ્રાઇવેટ બસ ઓપરેટરે જણાવ્યું કે, ‘ગત વર્ષે દિવાળીમાં બૂકિંગનું પ્રમાણ સાધારણ હતું અને જે લોકો વતન જવા માગતા હતા તેઓ જ વધારે હતા. જેની સરખામણીએ આ વખતે ફરવા જનારાનું પ્રમાણ પણ વધારે છે.

એરફેર ખૂબ જ ઊંચે છે અને ટ્રેનના વિકલ્પ ખૂબ જ ઓછા છે. આ સ્થિતિમાં અનેક લોકો ખાનગી બસ તરફ પસંદગી ઉતારી રહ્યા છે.

રવિવારે 22 થી વધુ એકસ્ટ્રા સંચાલનની એસ.ટી.બસો દાહોદ-ગોધરા-ઝાલોદ અને સૌરાષ્ટ્ર માટે ઉપડી હતી. નિગમ દ્વારા મુસાફરોની ભીડને જોતા 50 એકસ્ટ્રા બસો તૈયાર રખાઇ હતી.

ગીતા મંદિર, રાણીપ, બાપુનગર સહિતના વિવિધ એસ.ટી.સ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી હોવાથી રવિવારની રજાનો લાભ લઇને મોટાભાગના પરિવારો વતન તરફ જવા ઉપડી ગયા હતા.

શહેરના એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો બસોની રાહ જોતા જોવા મળ્યા હતા. લકઝરી સહિતના ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં ભરાયા હતા. શનિવારે પણ અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની 20 બસો દોડાવવામાં આવી હતી.

૩૦ ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં રાજ્યભરમાં 56 હજાર 622 ટિકિટ બુક થઇ હતી. કુલ 1.15 કરોડ રૂપિયાની આવક નિગમને એક જ દિવસમાં થવા પામી હતી. તેમાંથી 17 હજાર 933 કાઉન્ટર બુકિંગ ઓફિસેથી બુક કરાવાઇ હતી.

મોબાઇલ થકી 14 હજાર 286 ટિકિટ અને ઓનલાઇન 7 હજાર ટિકિટ બુક થવા પામી હતી. તેની સામે ગયા વર્ષે આ દિવસે ફક્ત 30 હજાર 953 ટિકિટ બુક થઇ હતી અને 66.42 લાખની આવક નોંધાઇ હતી. આ વર્ષે તેમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.

ઓપીઆરએસ બુકિંગ થકી છેલ્લા 6 દિવસથી રોજની 1 કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે. અમદાવાદથી રવિવારે સૌરાષ્ટ્રના સાવરકુંડલા, ધારી અને અમરેલી માટે પણ 7 બસો એકસ્ટ્રા સંચાલન થકી ઉપાડવામાં આવી હતી. ગુરૂવારે દિવાળી છે

મંગળવારે અને બુધવારે એસ.ટી.બસ મથકો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળશે. આ માટે નિગમ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી રખાઇ છે.ગીતા મંદિર બસ મથકે મુસાફરોની અતિભારે ભીડ જોવા મળી હતી.

Read About Weather here

લોકો બસ માટે અને સીટ મેળવવા માટે આમતેમ ફાંફા મારતા, પરિવારના સભ્યો માલસામાન સાથે દોડધામ કરતા, ઇન્કવાયરી બારીમાં પુછપરછ કરતા જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here