બેન્કોની સામે ટેન્કો તહેનાત…!

બેન્કોની સામે ટેન્કો તહેનાત...!
બેન્કોની સામે ટેન્કો તહેનાત...!
ઘણી જગ્યાઓ પર દેખાવો હિંસક થઈ ગયા છે. એને જોતાં બેન્કની આસપાસ ટેન્કોને તહેનાત કરવામાં આવી છે. ચીનમાં મોટું બેન્કિંગ સંકટ સર્જાયું છે. સ્થિતિ એટલી કથળી ગઈ છે કે ઘણી બેન્કોએ ગ્રાહકોના પૈસા વિડ્રો કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં હજારો લોકો રોડ પર એપ્રિલથી દેખાવો કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો હેનાન પ્રાંતનો છે. અહીં ઘણી ટેન્કો લાઈનમાં ઊભેલી દેખાઈ રહી છે. એડમિનિસ્ટ્રેશને લોકોને બેન્કોની અંદર ન જવા દેવા માટે ટેન્કો તહેનાત કરવાના આદેશ આપ્યા છે.એપ્રિલમાં સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં એક આર્ટિકલ પબ્લિશ થયો હતો.
બેન્કોની સામે ટેન્કો તહેનાત...! બેન્કો

Visit Saurashtra Kranti Homepage here

એમાં ચીનની બેન્કોમાં થયેલા કૌભાંડ વિશે જણાવવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો કે 40 બિલિયન યુઆન, એટલે કે લગભગ 6 બિલિયન અમેરિકન ડોલર ચીનની બેન્કિંગ સિસ્ટમમાંથી ગુમ થઈ ગયા છે. એ પછી હેનાન અને અનહુઈ પ્રાંતમાં બેન્કોએ લોકોને બેન્ક એકાઉન્ટ્સને એક્સેસ કરવાથી રોક્યા છે. એ માટે લોકોને સિસ્ટમ અપગ્રેડ થતી હોવાનું કહેવામાં આવ્યું છે.

Read About Weather here

આ સમગ્ર મામલામાં ન્યૂ ઓરિયેન્ટલ કન્ટ્રી બેન્ક ઓફ કૈફૈંગ, જિચેંગ હુઆંગહુઈ કોમ્યુનિટી બેન્ક, શાંગકાઈ હુઈમિન કાઉન્ટી બેન્ક અને યુજૌ શિન મિન શેંગ વિલેજ બેન્ક પર સૌથી વધુ અસર પડી છે. રોડ પર ટેન્કોને જોઈને લોકો તેની સરખામણી થિયાનમન ચાર રસ્તાની ઘટના સાથે કરી રહ્યા છે. 1989માં લોકોએ થિયાનમન સ્ક્વેર પર સરકારની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. એ સમયે સેનાએ દેખાવકારો પર ટેન્કો ચઢાવી દીધી હતી. 3000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. યુરોપિયન મીડિયાએ એમાં 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત કહી હતી.લોકો અહીં 3 મહિનાથી ચક્કર લગાવી રહ્યા છે, જોકે તેમને બેન્કની અંદર જવા દેવામાં આવતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here