બેટી નદીનાં પુલ પાસે ટ્રકમાં રૂ. 11.74 લાખનાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

બેટી નદીનાં પુલ પાસે ટ્રકમાં રૂ. 11.74 લાખનાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
બેટી નદીનાં પુલ પાસે ટ્રકમાં રૂ. 11.74 લાખનાં દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

લોઠડા ગામે વાડીમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટ અમદાવાદ હાઈ-વે પર આવેલા વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મોરબી એલ.સી.બી પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધા બાદ રાજકોટ શહેર પોલીસનાં એરપોર્ટ પોલીસે બેટી નદીનાં પુલ પાસેથી ચોક્કસ બાતમીનાં આધારે ટ્રકમાં રૂ. ૧૮.૭૪ લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂ. ૨૭.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગેની વિગત મુજબ એરપોર્ટ પોલીસ મંથકનાં પી.આઈ જી.એમ.હડીયાની સુચનાથી પી.એસ.આઈ આર.એન. સાંકળિયા, એ.એસ.આઈ જીતેન્દ્રભાઈ, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રભાઈ, અશોકભાઈ સહિતનો સ્ટાફ રાજકોટ અમદાવાદ હાઈ-વે પર વાહન ચેકિંગ ફરજ પર હતા.

Subscribe Saurashtra Kranti here

ત્યારે ચોક્કસ બાતમી મળતા બેટી નદીનાં પુલ પાસેથી ટ્રક નં. એચ,આર.૬૬ એ.૨૯૫૧ માં બે શખ્સો શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે ટ્રકને અટકાવી તપાસી લેતા તેમાંથી દારૂની ૨૬૮૮ બોટલ કિમત રૂ. ૧૧૭૮૪૦ સાથે ટ્રકનાં ચાલક ગુરમીત સીંગ બીમસીંગ ચમાર, દીલબાગમનીરામ ચમાર નામના બે શખ્સોની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. ૨૭૬૯૩૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read About Weather here

જયારે અન્ય એક દરોડામાં આજીડેમ પોલીસ મંથકનાં પી.આઈ વી.જે.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ એમ.એમ.ઝાલા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે લોઠડા ગામની સીમમાં આવેલી વાડીએ દરોડો પડતા દારૂની ૨૧૬ બોટલ કિંમત રૂ. ૬૪૮૦૦ સાથે અજય જયરામ મેણીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો કોઠારીયા રોડ પર આવેલા પૂજા પાર્કમાં રહેતા મોહિત બટુક બારૈયા આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે મોહિતની શોધખોળ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here