પોલીસકર્મીઓને ટક્કર માર્યા બાદ કાર પૂરપાટ સ્પીડે દુકાનમાં ઘૂસી ગઇ હતી. મધ્યપ્રદેશના છિંદવાડામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહેલી બેફામ કારે પોલીસકર્મીઓને અડફેટે લઈ લીધા. કાર સાથે અથડાયા બાદ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એક ASI અને એક કોન્સ્ટેબલ છે. તેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે.આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કાર ખૂબ જ ઝડપથી પોલીસને અડફેટે લઈ દુકાનમાં ઘૂસતી જોવા મળે છે.
Visit Saurashtra Kranti Homepage here
દેહાત પોલીસે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે કેટલાક યુવક કાર (UP16 BY 6632)માં સવાર થઈને લગ્નમાંથી પરત પરી રહ્યા હતા. એ દરમિયાન ચાર રસ્તે લાગેલા ચેક પોઈન્ટ પર તહેનાત જવાને કારને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ ડ્રાઈવરે કારનો કંટ્રોલ ગુમાવ્યો અને સ્ટીયરિંગ લોક થઈ ગયું હતું. બેકાબૂ કાર સીધી દુકાનમાં ઘૂસી ગઈ. કારની ઝપટમાં આવેલા કોન્સ્ટેબલ હસમુખ સૂર્યવંશી અને ત્યાં બાજુમાં બેસીને રજિસ્ટરમાં નામ-સરનામું લખી રહેલા ASI કિશોર કુમાર ઈજાગ્રસ્ત થયા છે.
Read About Weather here
CSP મોતીલાલ કુશવાહા પ્રમાણે, ચારેય યુવક છિંદવાડામાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.પોલીસે કાર ડ્રાઈવ કરી રહેલા નવેદ, સાજિદ, જફર અને દાનિશની ઘટનાસ્થળે ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here