બેકાબુ મોંઘવારીનાં વિરોધમાં કોંગ્રેસનો ‘નગારે ઘા’

બેકાબુ મોંઘવારીનાં વિરોધમાં કોંગ્રેસનો ‘નગારે ઘા’
બેકાબુ મોંઘવારીનાં વિરોધમાં કોંગ્રેસનો ‘નગારે ઘા’

એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ રાજકોટમાં યોજાશે

ગુજરાતમાં બેકાબુ બનતી જતી મોંઘવારી અને આમ જનતાની અકલ્પનિય હાડમારી જેવા મુદ્દાઓ ઉજાગર કરવા માટે હવે કોંગ્રેસ મોટાપાયે મેદાનમાં આવી રહી છે અને લોકપ્રશ્ર્નોને વાચા આપવા માટે રસ્તા પર આવવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. રાજકોટની ભૂમિ પરથી કોંગ્રેસ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવનાર છે તેમ પ્રદેશ કોંગ્રેસનાં સુમાહિતગાર વર્તુળો તરફથી જાણવા મળ્યું છે. પ્રદેશથી માંડીને જિલ્લા તથા તાલુકા સુધીનાં કોંગ્રેસનાં નેતાઓની મોટી ફોજ જન આંદોલન માટે ઉતરી પડવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશની સાથે- સાથે ગુજરાતમાં લોકોનાં રોજીંદા જીવનને લગતી તમામ પ્રકારની ખાદ્ય ચીજ-વસ્તુઓ તેમજ ઇંધણનાં ભાવમાં રીતસર આગ ફાટી નીકળી છે. પરિણામે લાખો પરિવારોનાં રસોડાનાં બજેટની ઐસીતૈસી થઇ જવા પામી છે. આમ આદમી મોંઘવારી અને અપૂરતી આવકનાં ભયાનક વિષચક્રમાં ફસાઈ ગયો છે. આમ જનતાની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ રાજકોટની ઐતિહાસિક ભૂમિ પરથી આંદોલનનો નગારે ઘા કરી રહી છે.

એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં પ્રદેશ કક્ષાનો મોટો અને જોરદાર કાર્યક્રમ રાજકોટમાં યોજવામાં આવનાર છે તેમ જાણવા મળ્યું છે. જેની અત્યારથી જોરદાર તૈયારીઓ શહેરથી પ્રદેશ કક્ષા સુધી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં યોજાનારા જન અભિયાન કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત ખાતેનાં પક્ષનાં પ્રભારી ડો.રઘુ શર્મા જેવા ટોચનાં નેતાઓથી માંડીને સૌરાષ્ટ્રનાં ખૂણે- ખૂણેથી કોંગ્રેસનાં નેતાઓની મોટી ફોજ રાજકોટનાં આંગણે ઉતરી પડશે. તેવું પ્રદેશ કક્ષાએથી કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યું છે.

Read About Weather here

પ્રજાની સમસ્યાઓ પ્રતિ સરકારની ધ્યાન ખેંચવા માટે વિવિધ લોકલક્ષી મુદ્દાઓ સાથેનું વિગતવાર આવેદનપત્ર રાજકોટ જિલ્લા કલેકટરને આપવામાં આવશે અને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ એપ્રિલમાં કઈ તારીખે યોજાશે એ હજુ નક્કી થયું નથી. પ્રદેશમાંથી વિગતવાર કાર્યક્રમ અને તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. જો કે લોકોની સમસ્યાઓ અંગે સરકારને લડત આપવાની તૈયારીઓ રાજકોટથી માંડીને ગાંધીનગર સુધીનાં કોંગ્રેસનાં નેતાઓ દ્વારા જોશભેર અને ઉત્સાહ સાથે શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ જવાબદાર અને મુખ્ય વિપક્ષ તરીકે લોકોની વેદનાઓને સરકારનાં કાન સુધી પહોંચાડવાના તમામ પ્રયાસો આગળ વધારવા માટે કટીબધ્ધ બની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here