બુકીઓની સિસ્ટમ બંધ છે, પણ કામ ચાલુ જ છે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ક્રિકેટ સટ્ટામાં એક સમયે કલગીનું નામ ચર્ચામાં હતું. માણસો રાખીને રમાડતા સટ્ટાકિંગ કલગી તો હવે રહ્યાં નથી પણ તેને એક વખત તો કાયદાનો ખરો સ્વાદ ચાખવો પડયો હતો. હવે, સમય સાથે ક્રિકેટ સટ્ટો મોબાઈલ ફોન પર રમાવો શરૂ થયો છે. સટ્ટો ઓનલાઈન થઈ ગયો છે અને કાયદાની આંટીઘૂંટીથી બચવા માટે બૂકીઓ હવે તેમના સર્વર વિદેશમાં રાખવા લાગ્યાં છે. અને રાજકોટ સહિત રાજ્યભરમાં હજુ પણ નામચીન બુકીઓએ પોતાનું નેટર્વક બનાવેલું છે. ઉપરાંત રાજકોટે ક્યારેય જેની કલ્પના કરી નહોતી તેવા તોડકાંડ અને દારૂકાંડે બે મહિનાની અંદર પોલીસની સાથે સાથે શહેરને પણ બદનામ કરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે આ ઘટનાઓ બન્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પોલીસ તંત્રમાં આમૂલ પરિવર્તન આણવા માટે મથામણ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે અત્યારે ક્રિકેટરસિકોની અત્યંત ફેવરિટ આઈપીએલ ટૂર્નામેન્ટ ચાલી રહી છે અને બીજી બાજુ સટોડિયા પણ આ ટૂર્નામેન્ટ થકી કમાઈ લેવા માટે મેદાને પડી ગયા હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં કરોડો રૂપિયાનો દાવ લગાડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સટ્ટા નેટવર્ક ઉપર પોલીસની કામગીરી જોતાં એવો સવાલ ઉઠ્યા વગર રહેતો જ નથી કે શું રાજકોટમાં ક્રિકેટ સટ્ટો બંધ થઈ ગયો છે કે પછી પોલીસ ઢીલી પડી ગઈ છે ? આ સવાલ એટલા માટે ઉઠવો વ્યાજબી છે કેમ કે શહેરમાં સટ્ટો રમાય છે વધુ તેની સામે બુકીઓ અને પંટરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પકડાઈ રહ્યા છે !!

તેમા પણ તુલા રાશી ધરાવતા બુકીનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબો કરી બેઠો છે. તેના  500 જેટલા ડબ્બાના વહીવટો અને આઇડીમાં પણ કરોડોનો વહીવટ કરવામાં આવતા હોવાથી વાત પણ જાહેર હોવા છતાં પોલીસ તેનો વાળ વાકોં કરી શકી તેમ નથી. એવી પણ ચર્ચાઓ થાય છે કે તે પોલીસનો લાડકો બુકી છે!!બીજી બાજુ બુકીબજારમાં સંભળાતી વિગતો પ્રમાણે પોલીસની ધોંસને કારણે ટેલિફોનથી ચાલતો સટ્ટો ઘણો ઘટી ગયો છે અને ક્યાંક ક્યાંક ચાલી રહ્યો છે તે પણ ભારે ડર વચ્ચે રમાઈ રહ્યો છે પરંતુ આઈડી થકી સટ્ટો ખેલવાનું હજુ પણ ધમધોકાર ચાલી રહ્યું છે. આશ્ર્ચર્ય એ વાતની પણ છે કે એકાદ-બેને બાદ કરતાં અન્ય પોલીસ સ્ટેશનોએ તો હજુ સટ્ટો પકડવાનું ખાતું પણ ખોલ્યું નથી ત્યારે શું તેમના વિસ્તારમાં સટ્ટો નહીં રમાતો હોય તે પ્રશ્ર્ન પણ ઉઠ્યા વગર રહેતો નથી.

છેલ્લા બે મહિનાની અંદર ક્રાઈમ બ્રાન્ચની છબી અત્યંત ખરડાઈ ગઈ છે જેને સાફસુથરી કરવા માટે ઘણો સમય લાગી જશે અને તેમાં સુધારો થશે જ તેવો પોલીસને દૃઢ વિશ્વાસ પણ છે. જો કે સુધારો કરવા માટે પોલીસ સ્ટાફે ક્યાંકથી શરૂઆત કરવી જ પડશે ત્યારે અત્યારે ખરડાઈ રહેલી છબીને સુધારવા માટે ક્રાઈમ સહિતની મહત્ત્વની બ્રાન્ચે સટ્ટા નેટવર્કને નાથી કામગીરી બતાવવાનો સમય છે.

ક્રાઈમ બ્રાન્ચ ધારે તો રાજકોટમાં સટ્ટો રમવો તો દૂર સટ્ટાનો સ પણ કોઈ ઉચ્ચારી શકે નહીં તેટલી કાબેલિયત સ્ટાફમાં રહેલી છે પરંતુ તેના માટે કામગીરીની કુનેહ અત્યંત જરૂરી બની જાય છે. ક્રાઈમ બ્રાન્ચ પાસે રાજકોટમાં કેટલા બુકીઓ છે તેનું આખું લિસ્ટ ઉપલબ્ધ છે અને બહોળો ‘અનુભવ’ ધરાવતાં સ્ટાફની ફોજ છે ત્યારે તેના માટે બુકીઓને દબોચવા બહુ મુશ્કેલ કામ નથી પરંતુ દૂર્ભાગ્યવશ એકાદ બુકીને બાદ કરતાં હજુ સુધી બીજા બુકીના કોલર સુધી પોલીસનો હાથ પહોંચ્યો નથી.

Read About Weather here

પોલીસે અત્યારે વિશેષ કશું કરવાની જગ્યાએ માત્ર લિસ્ટેડ બુકીઓ શું કરી રહ્યા છે, તેનું આખા દિવસનું લોકેશન, બાતમીદારોને સટ્ટા બાબતે એક્ટિવ કરવા સહિતની જ તપાસ કરવામાં આવે તો ધારણા બહારની સફળતા મળશે જે તેમાં કોઈ શંકા નથી અને જાંબાઝ પોલીસ માટે આવું કરવું કદાચ અશક્ય પણ લાગી રહ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here