ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સામે ત્રીજા વિકલ્પની ખૂબ જરૂર છે: યશવંત જનાણી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
સૌરાષ્ટ્રના જાણીતા અને પ્રમુખ કાર્યકર્તા સમાજ સેવા સંગઠક યશવંતભાઈ જનાણીએ આજે ગુજરાતના રાજકીય ક્ષેત્રે ત્રીજો વિકલ્પ બનવા માંગતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની રાજકોટની મુલાકાતને આવકારતા જણાવેલું કે, હું રાજકીય ક્ષેત્રે નેતૃત્વ આપવા નિષ્ફળ ગયેલ હોવા છતાં ત્રીજા વિકલ્પનો કાર્યકર્તા છું. ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ઉભો થાય તેની વર્ષોથી રાહ જોઈ રહ્યો છું.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં ભા.જ.5. અને કોંગ્રેસ સામે નિષ્ઠાવાન અને પ્રમાણીક નેતા અરવિંદ કેજરીવાલ ત્રીજો વિકલ્પ આપી શકે તો તેને આવકારવામાં હું અગ્રેસર રહીશ. પરંતુ આ માટે કેજરીવાલને કેટલાંક સવાલો પુછવાના છે તે જનતાના દિલના અને મનનાં છે.

ભા.જ.પ. અને કોંગ્રેસ પક્ષ પાસે પોતાની આગવી વિચારધારા છે, જો આપ પાસે પોતાની સ્પષ્ટ વિચારધારા હશે તો જ ગુજરાતની જનતા તેને ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકારશે તેમાં શંકા નથી. વિજળી-પાણી-અનાજ અને શિક્ષણ વિનામૂલ્યે આપવું શકય છે ? અરવિંદ કેજરીવાલ આ વાત આર્થિક દ્રષ્ટિકોણથી સમજાવી શકશે ખરા? બીજો સવાલ એ છે કે, આપ દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રીનો ચહેરો કોણ હશે? કેજરીવાલ આજે જાહેર કરી શકશે ખરા? શું કેજરીવાલ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત બનાવી શકશે?

વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈપણ સમયની સરકાર જનતાના પ્રશ્ર્નો હલ કરવા અને સતત વિકાસ કરવા બંધાયેલી છે. ત્યારે દેશની ભા.જ.પ.ની વર્તમાન સરકાર અને રાજય સરકાર વિકાસ અમે જ કર્યો છે તેમ જણાવે છે. શું આમ આદમી પાર્ટી પણ આ જ માને છે? શું દિલ્હીમાં પુર્વ સરકારોએ વિકાસ કર્યો નથી તેમ કેજરીવાલ માને છે?

નવનિર્માણ આંદોલનના સક્રિય અગ્રણી કાર્યકર્તા તરીકે મને જણાતું હતું કે, મોરારજીભાઈ અને જયપ્રકાશનારાયણના નેતૃત્વમાં કામ કરતો જનતા પક્ષ કોંગ્રેસનો વિકલ્પ આપી શકે તેમ છે. પરંતુ, જનતા પક્ષના ભાગલા ઉપર ભાગ પડયા અને ભારતીય જનતા પાર્ટી ટોચનો રાષ્ટ્રીય પક્ષ બન્યો. આજે દેશને કોંગ્રેસ અને ભા.જ.પ. સામે ત્રીજા વિકલ્પની જરૂર છે.

Read About Weather here

તો જ લોકશાહી શાસન વ્યવસ્થા મજબુત બનશે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી પાસે આ ઉમીદ છે. તેથી જ તાજેતરમાં ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને કેટલીક જગ્યાએ કોંગ્રેસ કરતા પણ વધુ મતો મળ્યા હતા. તેમ યશવંતભાઈ જનાણીએ અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here