બુંદેલખંડમાં 15 હજાર કરોડનો માર્ગ પાંચ દિવસમાં ભાંગીને ભુક્કો..!!

બુંદેલખંડમાં 15 હજાર કરોડનો માર્ગ પાંચ દિવસમાં ભાંગીને ભુક્કો..!!
બુંદેલખંડમાં 15 હજાર કરોડનો માર્ગ પાંચ દિવસમાં ભાંગીને ભુક્કો..!!
ઉતરપ્રદેશમાં બુંદેલખંડ પ્રદેશની ગૌરવગાથા તરીકે ગણાવવામાં આવેલો અને જેનું લોકાર્પણ થયું હતું એવો અંદાજે રૂ.15 હજાર કરોડના ખર્ચે બનેલો યુપી અને બુંદેલખંડની શોભા સમાન એક્સપ્રેસ હાઈ-વે લોકાર્પણના પાંચ દિવસ બાદ જ પહેલા વરસાદની થપાટમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા.હજુ પાંચ દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ 696 કિમી લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ હાઈ-વેનું લોકાર્પણ થયું હતું. પરંતુ પહેલા જ વરસાદમાં આ હાઈ-વે તૂટી- ફૂટી ગયો છે, પાંચ સ્થળે મહાકાય ખાડા પડી જતા રૂ.14800 કરોડના ખર્ચે બનેલો હાઈ-વે ગણતરીનાં કલાકોમાં વરસાદની સામે હાંફી જતા રસ્તાના અત્યંત નબળા કામ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હજારો કરોડના ખર્ચે ચિત્રકૂટથી ઇટાવા સુધીનો 296 કિમી હાઈ-વે બુંદેલખંડની કિસ્મત ફેરવી નાખશે એવો જોરશોરથી પ્રચાર થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળ્યા મુજબ આ હાઈ-વે પર છીરીયા સલેમપુર નજીક મહાકાય ખાડો પડી ગયો છે. જેમાં રાત્રે બે કાર અને બાઈક ખાડામાં પડી જતા અકસ્માત સર્જાયા હતા અને સંખ્યાબંધ લોકોને ઈજા થઇ હતી. ઓરૈયા જિલ્લામાં બનેલો આ હાઈ-વે પર અજીતમલ વિસ્તારમાં પણ મોટા ખાડા પડી ગયા છે. અનેક સ્થળે બે થી પાંચ ફૂટ સુધીના ખાડા પડી જતા હજારો કરોડ પાણીમાં વહી ગયાનું સ્પષ્ટ બન્યું છે અને હાઈ-વેની કામગીરી સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે.

Read About Weather here

હાઈ-વેનું નિર્માણ રાજસ્થાનની એક જાણીતી ગાવર કંપનીએ કર્યું હતું. હાઈ-વે બનાવવામાં ખૂબ જ ખ્યાતનામ ગણાતી કંપનીએ કામ કર્યું હોવા છતાં હાઈ-વે પહેલા જ વરસાદમાં ફસકી જતા ભારે ચર્ચા ઉભી થઇ છે અને કંપનીની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉભા થયા છે. સ્થાનિક તંત્રમાં તો રીતસર ખળભળાટ મચી ગયો છે. હવે આ કંપની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ જોવાનું રહે છે. આવી જ ખરાબ દશા જંગી ખર્ચે નિર્માણ પામેલા મેરઠ એક્સપ્રેસ હાઈ-વેની થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. થોડાક વરસાદમાં જ મેરઠ હાઈ-વે પર જળબંબાકાર થયો છે અને મોટા ખાડા પડી ગયા છે. એટલે હાઈ-વે રસ્તો મટીને તળાવ જેવો થઇ ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here