બીચ પર પત્નીને શોધવા પતિએ એક કરોડ ખર્ચ્યા…!

બીચ પર પત્નીને શોધવા પતિએ એક કરોડ ખર્ચ્યા…!
બીચ પર પત્નીને શોધવા પતિએ એક કરોડ ખર્ચ્યા…!
સોમવારે એક યુગલ તેમના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા વિશાખાપટ્ટનમના આરકે બીચ પર ગયા હતા. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. આ દરમિયાન પત્ની ગાયબ થઈ ગઈ હતી. પતિને લાગ્યું કે તે દરિયામાં ડૂબી ગઈ છે. તેના તેનાં શોધ કરતા રહ્યા હતા. બાદમાં ખબર પડી કે તે આંધ્રના નેલ્લોરમાં તેના પ્રેમી સાથે છે.અધવચ્ચેથી ગાયબ થયા બાદ પતિએ પોલીસને જાણ કરી હતી. પત્નીના મૃતદેહને 2 દિવસ સુધી પોલીસે દરિયા કિનારે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સાથે જ મરીન પોલીસ, ડાઇવર્સ, માછીમારોએ શોધખોળ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશન જેમાં વહીવટીતંત્ર દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.21 વર્ષની સાઇપ્રિયા વિશાખાપટ્ટનમની રહેવાસી છે. તેણે બે વર્ષ પહેલા શ્રીકાકુલમના રહેવાસી શ્રીનિવાસ રાવ સાથે લગ્ન કર્યા હતા. પતિ-પત્ની સોમવારે તેમની લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરવા સિંહચલમ મંદિર ગયા અને પછી બીચ પર ફરવા ગયા હતા.સોમવારે રાત્રે કપલ બીચ પર ફરી રહ્યું હતું. આ દરમિયાન પતિને એક ફોન આવ્યો અને તે પત્નીને છોડીને બીજી બાજુ પર ગયો હતો, કારણ કે તેની પત્ની પોતાના ફોનથી સેલ્ફી લઈ રહી હતી.

Read About Weather here

થોડીવાર પછી તે પાછો આવ્યો તો પત્ની નહોતી તેને લાગ્યું કે પત્ની દરિયામાં તણાઈ ગઈ છે, તેણે તરત જ પોલીસને જાણ કરી, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ થયું હતુ.શ્રીનિવાસ રાવ​​​​​​​ની પત્ની સાઇપ્રિયા આરકે બીચ પરથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ટ્રેનમાં બેસીને નેલ્લોરના કવલી પહોંચી હતી. ભાગી જતા પહેલા તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દીધું હતુ અને તે તેનો ફોન લાઈને પણ ગઈ ન હતી. તેણે તેના માતા-પિતાને કહ્યું કે તેણે રવિ સાથે લગ્ન કરી લીધા છે, તેથી તેને શોધવાનો પ્રયાસ કરશો નહીં. તેને શોધવાની તસ્દી લેવા બદલ તેણે સરકારી અધિકારીઓની માફી પણ માંગી હતી. તેણે તેના માતા-પિતાને કહ્યું કે જો તેઓએ તેના લોકેશનને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો, તો તે આત્મહત્યા કરી લેશે. નેલ્લોર પહોંચ્યા બાદ તેણે નવું સિમ ખરીદીને તેના માતા-પિતાને સંદેશો મોકલ્યો કે તે સુરક્ષિત છે અને તેના બોયફ્રેન્ડ રવિ સાથે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here