બિલ્ડર ખૂન કેસમાં આરોપીની અપીલ ફગાવતી હાઇકોર્ટ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સેશન્સ કોર્ટ ફરમાવેલ આજીવન સજાનો હુકમ કાયમ રાખતી હાઇકોર્ટ: આણંદપરની જમીન મુદ્દે બિલ્ડરને છરીનાં ઘા ઝીંકી શખ્સે હત્યા નિપજાવી’તી

રાજકોટના ટોચના બિલ્ડર ડાયાભાઈ કોટેચાની સને -2009 માં તેની જ ઓફિસમાં છરીના ઘા મારી મૃત્યુ નિપજાવવાના કેસમાં પકડાયેલ આણંદપરના શૈલેન્દ્ર બચુ જાડેજાને રાજકોટ સેશન્સ અદાલત દ્વારા કરવામાં આવેલ આજીવન કેદની સજાના હુકમ સામે કરાયેલ અપીલ હાઈકોર્ટે નામંજુર કરી છે.

આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં જમીન- મકાનના વ્યવસાયમાં ટોચનું સ્થાન ધરાવતા અને સમાજસેવી ડાયાભાઈ કોટેચાને આણંદપર ગામના શૈલેન્દ્ર બન્યું જાડેજાએ આણંદપરની સર્વે નં. 441 ની જમીનના વિવાદ સંદર્ભે તા.25/03/2009 સાંજના સમયે ફુલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝા બીલ્ડીંગમાં તેમની ઓફિસમાં જ બેફામ છરીના ઘા મારી મૃત્યુ નિપજાવતા બનાવની ફરીયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હતી.

આરોપી સામેનો કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલતા જે-તે સમયે સરકાર દ્રારા વરિષ્ઠ ધારાશાસ્ત્રી સ્વ.મોહનભાઈ સાયાણીની સ્પે. પી.પી. તરીકે નિમણુંક કરાયા હતા. જયારે ફરીયાદ પક્ષે શરૂઆતથી જ એડવોકેટ તુષાર ગોકાણી કેસની દોર સંભાળતા હતા.

પ્રોસીકયુશને કેસમાં કુલ -37 સાહેદો તપાસેલ અને આશરે 200 થી વધારે દસ્તાવેજો રજૂ કરેલ તેમજ જે- તે સમયે રાજકોટ ક્રાઈમ બ્રાંચના એ.સી.પી. તરીકે ફરજ બજાવતા એન.એ. મુનીયાએ ખામીયુકત તપાસ કરેલ હોવાનું ટ્રાયલ દરમ્યાન રેકર્ડ પર આવતા ફરીયાદપક્ષે તટસ્થ અને યોગ્ય વિશેષ તપાસ થવા અરજી કરતા તે અરજ અન્વયે જે- તે સમયના પોલીસ કમીશ્નર ગીથા જોહરીના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી આરોપી વિરૂધ્ધના પૂરાવાઓ એકઠા કરવામાં આવેલ જે તમામ પૂરાવાઓ ધ્યાને લીધા બાદ રાજકોટના અધિક સેશન્સ જજ એ.એન.અંજારીયા આરોપીને ગુજરનારનું ખૂન કરવા અને પૂરાવાનો નાશ કરવા સહિતની ઈ.પી.કો. કલમ-302, 450, 201, 188 સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ હતો.

Subscribe Saurashtra Kranti here

જયારે સરકાર તરફે મુખ્ય સરકારી વકિલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી મિતેશભાઈ અમીને પણ અપીલ રદ કરવા વિસ્તૃત દલીલો કરેલ હતી. તમામ પક્ષકારોની દિવસો સુધી ચાલેલ દલીલોના અંતે હાઈકોર્ટના જસ્ટીસ એ.જે. દેસાઈ અને એ.એસ.સુપૈયાની ખંડપીઠે આરોપીની અપીલ નામંજુર કરતા ઠરાવેલ હતું કે, તમામ દસ્તાવેજો અને પૂરાવાઓ ધ્યાને લેતા ગુજરનારનું મૃત્યુ એકમાત્ર આરોપી શૈલેન્દ્રએ જ છરી વતી કરેલ હોવાનું ચોકકસ પૂરવાર થાય છે.

તેમજ આરોપીના મોબાઈલ લોકેશન અને આરોપીના કપડા પરથી મળી આવેલ લોહીના ડાઘ પણ આરોપી સામે ફરીયાદપક્ષે રજૂ કરેલ પૂરાવાને સમર્થન આપે છે. જેથી સેશન્સ અદાલતે પોતાના ચૂકાદામાં આપેલ તમામ કારણો સચોટ અને કાયદા મુજબના હોય આરોપી સામેનો કેસ સાબીત માની જે આજીવન કેદની સજા આરોપીને કરવામાં આવેલ છે તે વ્યાજબી અને ન્યાયીક છે તેમ ઠરાવી આરોપીએ સજા રદ કરવા કરેલ અપીલ નામંજુર કરી આરોપીની આજીવન કેદની સજા કાયમ રાખી હતી.

Read About Weather here

આ કામમાં મૃતક ડાયાભાઈ કોટેચા પરીવાર વતી ગુજરાત હાઈકોર્ટમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશભાઈ લાખાણી, તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, ખીલન ચાંદ્રાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધરાંગીયા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here