બિગ બોસના સેટ પર આગ લાગી…!

ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું

BMCના જણાવ્યા પ્રમાણે મુંબઈના ગોરેગાંવમાં આવેલ બિગ બોસના સેટ્સ પર રવિવારે બપોરે લગભગ એક વાગે આગ લાગી હતી. મુંબઈના ગોરેગાંવમાં સલમાન ખાનની યજમાનીવાળા જાણીતા રિયલિટી શો બિગ બોસના સેટ પર રવિવારે આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસનો સેટ મુંબઈમાં ફિલ્મ સિટીમાં આવેલો છે. આ ઘટનાને લેવલ-1ની આગ ગણાવાઈ છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડની ચાર ગાડીએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સલમાન ખાનનો શો બિગ બોસના 15મા સિઝનનો ફિનાલે કેટલાક સમય અગાઉ થયો છે. આ ફિનાલેનું ગ્રાન્ડ પ્રીમિયર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિગ બોસ 15ના તમામ સ્પર્ધકો સામેલ થયા હતા. BMCએ વધુમાં જણાવ્યું હતું કે આજે બપોરે લગભગ 1 વાગે આગ લાગી હતી, જેની ઉપર તાત્કાલિક અંકૂશ મેળવી લેવામાં આવ્યો હતો.

Read About Weather here

શોમાં ત્રણ મહિનાનો સમય પૂરો થયા બાદ તેજસ્વી પ્રકાશે બિગ બોસની ટ્રોફી જીતી. આ સાથે એકતા કપૂરના પોપ્યુલર નાગિન 6 ના નવા સિઝનમાં મુખ્ય ભૂમિકા ભજવી ચુક્યા છે.બિગ બોસ 15ની વાત કરીએ તો તેમા કરણ કુંદ્રા, સિંબા નાગપાલ, નિશાંત ભટ્ટ, રસ્મિ દેસાઈ અને તેજસ્વી પ્રકાશ જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here