બાળા માટે પેટ ભરવા માટે એ જરૂરી છે કે, તેણે તંગ દોર પર જ ચાલવું પડે…!

બાળા માટે પેટ ભરવા માટે એ જરૂરી છે કે, તેણે તંગ દોર પર જ ચાલવું પડે...!
બાળા માટે પેટ ભરવા માટે એ જરૂરી છે કે, તેણે તંગ દોર પર જ ચાલવું પડે...!

મંઝીલ ઉન્હી કો મીલતી હૈં, જીનકે સપનો મેં જાન હોતી હૈં,

પંખ સે કુછ નહીં હોતા, હૌસલોં સેં ઉડાન હોતી હૈ

જીવન એ કોઇ સરળ રીતે ચાલવા દે એવો આસ્ફાલ્ટનો કોઇ ચળકતો કોઇ સુંદર મજાનો રસ્તો નથી જીવન કેટલાક લોકો માટે ફુલોની પથારી હોય છે એ સાચુ પણ જેમના જીવનના ત્રણ શબ્દો એ પુરેપુરા સંઘર્ષ, કઠીનતા અને મજદુરી સાથે સંકળાયેલા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

એમના માટે જીવન એ રોજે રોજ સંઘર્ષ કરવાની પ્રક્રિયાથી વિશેષ કશું નથી. આપણા દેશમાં ચળકતી મોટરો અને આલીશાન ઇમારતોની વચ્ચે ખુલ્લા માર્ગ પર ખુલ્લા પગે જમીનથી અધ્ધર બાંધવામાં આવેલ દોરી પર ચાલીને જીવ સટોસટનો ખેલ કરતી રહેલી આ બાળા માટે પેટ ભરવા માટે એ જરૂરી છે કે, તેણે તંગ દોર પર જ ચાલવું પડે.

આસપાસની દુકાનો પર બેઠેલા લોકો નિરસ બનીને એક માસુમ બાળાનો જીવન જીવવાનો આતુલ્ય સંઘર્ષ બગાસા ખાઇને જોતા રહે છે. પસાર થતા રાહદારીઓ એક નજર ફેંકીને જાણે કશું જ નથી બન્યું એ રીતે એક નજર નાખીને પસાર થઇ જતા હોય છે.

પરંતુ આ બધી જ બે પરવાહી અને દુરલક્ષથી અલગ રહી આ માસુમ નટબજાણીયા પરીવારની બાળા તેનો તંગદોર પર ચાલવાનો રાઉન્ડ પુરો કરીને તેની વ્યવસાઇક ઇમાનદારી પણ છોડતી નથી.

Read About Weather here

કયારેક કયારેક કોઇ દયાવાન વટેમાર્ગુ થોડા સીક્કા આ બાળા તરફ ફેંકી દે છે અને બાળા એ સિક્કાને ઉપાડીને પોતાનો ખેલ એ સ્થળ પરથી સમાપ્ત કરે છે અને ખેલ બતાવવા માટે બીજો કોઇ ભરચક ચોક પસંદ કરવા તેની દોડ લગાવે છે. કાંખમાં નાનો ભાઇ તેડે હોય છે બસ આ રીતે આ માસુમનું જીવન તંગદોર પર આગળ વધતું રહે છે… વધતું રહે છે… વધતું રહે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here