બાળકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ

બાળકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ
બાળકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ
મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો.

આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.અમદાવાદમાં તમામ સ્કૂલોમાં 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશનને લઈને તૈયારી કરવામાં આવી છે.

સ્કૂલ કેમ્પસમાં અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં રસી આપવામાં આવશે.9 વાગ્યાનો સમય હોવાથી સ્કૂલોએ તૈયારી કરી દીધી છે. સ્કૂલોમાં રસીકરણ માટે આરોગ્ય વિભાગની ટીમ આવે તેની રાહ જોવાઇ રહી છે.

અમદાવાદ જિલ્લામાં આગામી 7મી જાન્યુઆરીના રોજ કિશોરોને રસી આપવા માટેની મેગા ડ્રાઇવ યોજાશે. જેમાં જિલ્લાના નવ તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ રસી કેન્દ્રો ઉભા કરીને બાકી રહી ગયેલા બાળકોને રસી આપવામાં આવશે. વાલીઓ પોતાના કિશોરોને રસી લેવડાવે તે માટે પણ સમજાવાશે.

મેઘા ડ્રાઇવમાં નવ તાલુકાના મોટા ભાગના બાળકોનો રસી લેવામાં સમાવેશ થઇ જવાની આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે.અપોલો હોસ્પિટલનો ખાસ તાલીમબદ્ધ સ્ટાફ 15 વર્ષથી વધારે વયના કિશોરોનું રસીકરણ કરવા માટે કામે લગાવવામાં આવશે.

તમામ સૂચિત સરકારી આચારસંહિતાનું પાલન થશે, જેમાં રસીના શોટ આપતા અગાઉ ઓળખની ચકાસણી, કો-વિન એપ પર ડેટાની માન્યતા, રસીકરણ પછી 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન અને જો જરૂર પડે તો AEFI (રસીકરણ પછી માઠી અસરો) પર નજર રાખવાની બાબતો સામેલ છે.

રસીનો સંગ્રહ કરવા કોલ્ડચેઇનની ઉચિત જાળવણી અને બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. રસીકરણની પ્રક્રિયા પછી ઇન્ફેક્શન નિયંત્રણની વિવિધ પ્રેક્ટિસને અનુસરવામાં આવશે, જેમાં તમામ લાભાર્થીઓની તાવ માટે ચકાસણી, ફિઝિટલ ડિસ્ટન્સ, હાથની સ્વચ્છતા, યુનિવર્સલ માસ્કિંગ

અને ઇન્જેક્શન સલામત રીતે આપવાની બાબત સામેલ છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે.

Read About Weather here

બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશેશાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here