બાળકોને કઇ રીતે મોકલવા? વાલીઓની અવઢવ

બાળકોને કઇ રીતે મોકલવા? વાલીઓની અવઢવ
બાળકોને કઇ રીતે મોકલવા? વાલીઓની અવઢવ

સૌરાષ્ટ્રભરમાં ધો.9 થી 11ના વર્ગો શરૂ થશે હાજરી વિશે અનિશ્ર્ચિતતા: ઓડ-ઇવન ધોરણે વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગની તાકિદ: બાળકોમાં ઉત્સાહ પણ કોરોનાના ચેપને લઇને વાલી વર્ગમાં ચિંતાનું મોજુ: શાળાઓમાં સેનીટાઇઝેશન સહિતની કામગીરીનો વેગપુર્વક પ્રારંભ
ભણતર જરૂરી કે જીવતર?

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધો.9 થી 11ના વર્ગો શરૂ કરી દેવાનો રાજય સરકારે નિર્ણય લઇ લીધો છે પરંતુ વાલી વર્ગ અવઢવમાં મુકાયો છે. સંતાનોને શાળાએ મોકલવામાં વાલીઓ હજુ હીચકીચાટ અનુભવી રહયા છે

Subscribe Saurashtra Kranti here

અને એમને ડર બીજી કોઇ વાતનો નહીં પણ કોરોનાના ચેપનો છે. વિદ્યાર્થી બાળકો વર્ગમાં ખુશાલી છે પણ પુરા પ્રમાણમાં વિદ્યાર્થીઓની હાજરી રહેશે કે કેમ એ અંગે ચિત્ર હજુ સ્પષ્ટ થતું નથી. વાલીઓને ભણતર કરતા જીવતરની ચિંતા વધુ સતાવી રહી છે.

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મળતા સંકેતો દર્શાવે છે કે, કોરોના સંક્રમણથી કઇ રીતે બચી શકાશે એ વિશે વાલીઓ મુંજવણમાં છે. એવો સવાલ પુછી રહયા છે કે, અમારા સંતાનોને વર્ગમાં મોકલીએ પણ એમને ચેપ નહીં લાગે તેની કોઇ ખાત્રી નથી.

અને બીજુ રસીપણ આવી નથી તો બાળકોને ચેપથી કઇ રીતે બચાવવા? આ પ્રશ્ર્ન વાલીઓના ચહેરા પર ચિંતાની લકીર ખેંચી રહયો છે. અત્યારે જો કે સરકારે દરેક વર્ગમાં 50 ટકા ક્ષમતા સાથે જ વિદ્યાર્થીઓને બેસાડવાનો આદેશ આપ્યો છે.

એ રીતે માધ્યમીક શાળાઓએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. પણ વાલીઓને એમના બાળકોના સ્વસ્થયની ચિંતા સતાવી રહી છે.જાણવા મળ્યા મુજબ ધો.9 થી 11નાં વર્ગો ઓડ-ઇવન પધ્ધતીથી શરૂ કરવામાં આવનાર છે.

શાળાઓમાં સેનીટાઇઝેશન કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ વાલીઓના સંમતી પત્રક સાથે હાજર થવાનું છે. 50 ટકા હાજરી એક વર્ગમાં રાખવાની છે પણ કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે એ જોવાનું રહેશે.

દરેક શાળામાં સેનીટાઇઝર રાખવામાં આવશે. વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ માસ્ક પહેરીને બેસવાનું ફરજીયાત રહેશે. દરેક શાળામાં વેક્સિન લેનાર શિક્ષકોને જ પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એ નિર્ણય સારો છે.

વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હોય એવા શિક્ષકો જ શાળામાં શિક્ષણ કાર્ય માટે આવી શકશે. પણ વાલીઓમાં એક જ સવાલ પુછાય રહયો છે કે, રસી વિના બાળકોને શાળાએ કઇ રીતે મોકલવા.

Read About Weather here

સોમવારથી માધ્યમીક શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે વાલીઓ મંજુરી આપે છે કે કેમ, એમના સંતાનોને શાળાએ મોકલે છે કે કેમ તેની સોમવારે જ ખબર પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here