બાળકોનાં પોષણ મિશનમાં અનેક રાજ્યો નિષ્ફળ

બાળકોનાં પોષણ મિશનમાં અનેક રાજ્યો નિષ્ફળ
બાળકોનાં પોષણ મિશનમાં અનેક રાજ્યો નિષ્ફળ

છેલ્લા ત્રણ વર્ષમાં 56 ટકા ફંડ વાપરી શકાયું; પંજાબ અને યુ.પી. જેવા રાજ્યો પણ આવી યાદીમાં સામીલ

દેશમાં નવજાત શિશુઓ અને બાળકો તથા તરુણોમાં કુપોષણની ગંભીર બનતી જતી સમસ્યા હલ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યો કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે. પરંતુ તાજેતરનાં વર્ષોનો અભ્યાસ અને અનુભવ જુદું ચિત્ર ઉભું કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર સરકારે સંસદમાં કબુલ કર્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોષણનાં ફંડની 56 ટકા રકમ જ વાપરી છે અને આવા રાજ્યોમાં સૌથી વધુ ખરાબ દેખાવ પંજાબ અને ઉતરપ્રદેશ જેવા રાજ્યોનો રહ્યો છે.

કેન્દ્રનાં મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે, પંજાબ, યુ.પી, અરુણાચલ પ્રદેશ, પુડુંચેરી અને લડાખની સરકારોએ પોષણ માટે માત્ર 30 ટકા ફંડ જ વાપર્યું છે.

બાકીની રકમ વણ વપરાયેલી રહી છે. કેન્દ્ર સરકારે 2019 થી 2021 વચ્ચે પોષણ માટે કુલ રૂ. 5312 કરોડ ફાળવ્યા હતા. તેમાંથી માત્ર રૂ. 2985 કરોડ જ રાજ્યોએ બાળકોનાં અને મહિલાઓનાં પોષણ માટે વાપર્યા છે. પશ્ર્ચિમ બંગાળ તો પોષણ અભિયાનનો અમલ કરવા જ તૈયાર નથી.

Read About Weather here

તેમણે માહિતી આપી હતી કે, સૌથી વધુ ફંડનો ઉપયોગ કરનાર રાજ્યોમાં નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને દાદરા-નગર હવેલી સામીલ છે. રાજ્યોમાં ખૂબ જ કુપોષિત હોય એવા બાળકોની સંખ્યા ઘટીને 15 લાખ થઇ ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here