બાળકીને ત્યજી પ્લાસ્ટિકની થેલીમાં કચરાના ઢગલા ફેકી દેવાઈ…!

બાળકીને ત્યજી પ્લાસ્ટિકની થેલીમાં કચરાના ઢગલા ફેકી દેવાઈ...!
બાળકીને ત્યજી પ્લાસ્ટિકની થેલીમાં કચરાના ઢગલા ફેકી દેવાઈ...!

રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતા નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. સુરતમાં ફરી એકવાર નિષ્ઠુર જનેતાની કૃરતા સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

શિયાળાની ગુલાબી ઠંડીમાં જન્મેલી એક નવજાત બાળકીને માતાએ પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલા પર ત્યજી દીધો હોવાનો શરમ જનક કિસ્સો સામે આવ્યો છે.

મશીન ઓપરેટર ભરત ઠાકોરે જણાવ્યું હતું કે થેલીમાં બાળક લોહીથી લોટપોટ હાલતમાં હતું. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. જોકે આ બાબતે 108ના EMT એ જણાવ્યું હતું

કે કોઈ પણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપર વાઇઝર) એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે.ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ હું તો શ્રમજીવી છું નોકરી પર જતો હતો.

ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થતા બાળકીના રડવાના અવાજે ઉભો રહી ગયો હતો. બસ એમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલન ચલન થતું રહ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી.

બાળકીને એક થેલીમાં એ પણ લોહીથી ખરડાયેલી હાલતમાં જોઈ હૃદય ધ્રુજી ગયું હતું. તાત્કાલિક 108ને ફોન કર્યો અને રીક્ષા વાળા પાસે ચાદર લઈ બાળકીને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી ત્યારે તેનું રડવાનું બંધ થયું હતું.

ત્યારબાદ બાળકીને તાત્કાલિક 108માં બેસાડી સિવિલ લઈ આવ્યા તો ડોક્ટરોએ એને NICUમાં રીફર કરી દીધી હતી. હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે.

ડો. ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે બાળક લગભગ તાજું જન્મેલું એટલે કે 4-5 કલાક પહેલા જ જન્મેલું હોય એમ કહી શકાય છે. 108 EMT (ભેસ્તાન લોકેશન) એ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપર વાઇઝર) એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે.

EMT ને મીડિયા થી દુર રાખવા પાછળના EME ના આવા વલણ સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે.

Read About Weather here

બાળકીનું વજન લગભગ 2 કિલો ઉપરનું હોય શકે એમ કહી શકાય છે. હાલ બાળકીને NICUમાં દાખલ કરાઈ છે અને બાળકી જન્મ લેતા ત્યજી દેવાઈ હોય એમ કહી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here