બાળકનું પોપ-પોપ ગળી જતા મૃત્‍યુ થયું…!

બાળકનું પોપ-પોપ ગળી જતા મૃત્‍યુ થયું…!
બાળકનું પોપ-પોપ ગળી જતા મૃત્‍યુ થયું…!
મળતી વિગત મુજબ દિવાળીને લઇને સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પિતા પોતાના બાળક માટે ફટાકડા લઇ આવ્યા હતા. બાળક નાનું હોવાથી તેના માટે સામાન્ય ફટાકડા પોપ-પોપ લાવ્યા હતા. પરંતુ આ બાળક પોપ ગળી જતા તેમનું મોત નિપજયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

દિવાળીને લઇને સુરતના ડિંડોલી વિસ્તારમાં એક પિતા પોતાના બાળક માટે ફટાકડા લઇ આવ્યા હતા. બાળક નાનું હોવાથી તેના માટે સામાન્ય ફટાકડા પોપ-પોપ લાવ્યા હતા.

મૂળ બિહારના રાજ શર્મા સુધારી કામ કરે છે. તેઓ 3 વર્ષના પુત્ર શૌર્ય માટે ફટાકડા લાવ્યા અને ઘરે મૂક્યા હતા. તો બાળક ફેંકીને ફુટતા પોપ-પોપને ફેંકવાને બદલે ગળી ગયું હતું.

જેને લઇને આ બાળક બીમાર પડ્યું હતુ અને તેના માટે દવા લીધા બાદ પણ તબિયતમાં સુધારો ન આવ્યો. સ્થાનિક BHMS ડોક્ટરે બોટલ ચઢાવી, તેમ છતા બાળકની તબિયત વધુ બગડી હતી.

જોકે 24 કલાક બીમાર રહ્યા બાદ બાળકને ઝાડા-ઊલટી થતા પોપ-પોપ ફટાકડા નીકળ્યા હતા. આ જોઈને બાળકની માતા અંજલી ચોંકી ગઈ હતી. જેને લઇને તેને તાત્કાલિક વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.

આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ તમામ વાલીઓને દિવાળીના ફટાકડા ફોડતા સમયે જાગ્રૃત રહેવા માટે અપીલ કરી હતી. હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરાઈ હતી.નાના બાળકો દાઝે નહીં અને સારી રીતે દિવાળી ઉજવી શકે તે માટે માતા-પિતા પોપ-પોપ ફટાકડા લઇ આવતા હોય છે.

આ પોપ-પોપ ફટાકડા ચણા જેવડા હોય છે અને 5થી 10 રૂપિયામાં એક પેકેટ મળે છે. રેતી અને દારૂખાનાનું મિશ્રણ કરીને એક કાગળની પોટલીમાં બાંધી દેવાય છે. આ પોપ-પોપ કઇ જગ્યાએફૂટે છે.

જો તમે તમારા બાળકને કોઈપણ ફટાકડા લઇ આપો છો તો તમે સાથે રહીને ફોડવા આપો. ફટાકડાને એવી જગ્યાએ રાખો જ્યાંથી બાળકો જાતે લઇ ના શકે. બાળકોને ખિસ્સામાં ફટાકડા રાખવા ન આપશો.

Read About Weather here

બાળકોને મોટા ફટાકડા ન અપાવવા. નાના ભૂલકાઓથી તમામ પ્રકારના ફટાકડા દૂર રાખવા. સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્‍યો છે.  સુરતમાં બાળકનું પોપ-પોપ ગળી જતા મૃત્‍યુ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here