બાજી પલટાઈ…!

બાજી પલટાઈ…!
બાજી પલટાઈ…!
ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ, ગૌતમ અદાણીની વેલ્થ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર (રૂ. 6.71 લાખ કરોડ) છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે, જેને પગલે રિલાયન્સના શેર્સ સતત ઘટી રહ્યા છે. એની અસર રૂપે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને આથી આજે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસ દરમિયાન રૂ. 155થી વધુનું ધોવાણ થયું છે. આ લખાય છે ત્યારે રિલાયન્સનો શેર 2.29% ઘટીને રૂ. 2323.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. વીતેલાં પાંચ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સનો શેર રૂ. 200 જેવો તૂટયો છે.

ફોર્બ્સના આંકડા મુજબ, બે દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિ 7 અબજ ડોલર (રૂ. 52,000 કરોડ) ઘટી છે.ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા પ્રમાણે, 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર (રૂ. 5.82 લાખ કરોડ) હતી, જે 18 જાન્યુઆરી 2022ના રોજ 93 અબજ ડોલર (રૂ. 6.95 લાખ કરોડ) રહી હતી. આ લખાય છે ત્યારે 25 જાન્યુઆરીએ અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે.

આ હિસાબે નવા વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં દૈનિક રૂ. 6000 કરોડથી પણ વધારેનો ઉમેરો થઈ રહ્યો છે.અદાણી ગ્રુપની 6 કંપની ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ અત્યારસુધીમાં આ તમામ કંપનીઓમાં 5%થી લઈને 45% સુધીનું રિટર્ન જોવા મળ્યું છે.

Read About Weather here

ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીમાં 45%થી વધુનો ભાવવધારો થયો છે. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરમાં પણ રોકાણકારોને ટૂંકા સમયમાં વધું વળતર મળ્યું છે. ખાસ કરીને ગ્રુપની એનર્જી કંપનીઓના શેરના ભાવમાં સૌથી વધુ તેજી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here