બાઈકની રેસ જીતવાની ચાહતમાં જીંદગીની રેસ હારી ગયા…!

બાઈકની રેસ જીતવાની ચાહતમાં જીંદગીની રેસ હારી ગયા...!
બાઈકની રેસ જીતવાની ચાહતમાં જીંદગીની રેસ હારી ગયા...!
ત્રિપલસવારી એક્સેસ ટર્ન લેવા જતા પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી એક્સેસમાં સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. જેમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. પરંતુ ગઈકાલે મોડીરાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી.  જેમાં બે યુવાને ઘટનાસ્થળે જ દમ તોડી દેતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગત મોડીરાત્રે રાજકોટ શહેરનાં જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલ અને પિન્ટુ નામનાં બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો અને તેની સાથેના મિત્રોએ બાઈક પર સવાર થઇને બાઈકરેસ કરી હતી.

બાઈકની રેસ જીતવાની ચાહતમાં જીંદગીની રેસ હારી ગયા...! બાઈક

જેમાં બાઈક સવારો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં બનાવ રાત્રિના 12 વાગ્યા આસપાસ બન્યો હતો. મૃતક બે યુવાનોમાં વિશાલ મનોજભાઇ જાદવ (શેખર) અને પિન્ટુ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનનું નામ કરણ ભરતભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતક બંને યુવાનોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.આ યુવાનોની બાઈકરેસથી હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. પૂરપાટ ઝડપે બાઈકસવારો કાર સહિત મોટા વાહનોને ઓવર ટેક કરતા નજરે પડ્યા હતા.

Read About Weather here

આ રેસથી અન્ય બાઈકસવારોએ તો રીતસર સાઈડમાં પોતાની ગાડી ઉભી રાખી તેઓને આગળ જવા દીધા હતા. હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાયવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા.ચાર મહિના પહેલા રાજકોટ-મોરબી હાઇવે પર રાત્રિના 11થી 11.30 વાગ્યાની આસપાસ રોમિયો સ્ટંટ કરતા કરતા રેસ લગાવતા હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. જોકે રાત્રિના સમયે હાઇવે પર આવા સ્ટંટ અને બાઈક રેસ કરતા રોમિયો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે મોટો સવાલ છે. પરંતુ વીડિયો વાઇરલ થતા લોકો આવા રોમિયો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી હતી. આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here