બળદ પાણીમાં ખેંચી જતાં નાના ભાઈની નજર સામે મોટા ભાઈનું મોત

બળદ પાણીમાં ખેંચી જતાં નાના ભાઈની નજર સામે મોટા ભાઈનું મોત
બળદ પાણીમાં ખેંચી જતાં નાના ભાઈની નજર સામે મોટા ભાઈનું મોત
મહુવાના કસાણ ગામ પાસે આવેલ સુકવો નદીના પુલ પાસે આજે બપોરના 1 વાગ્યાના અરસામાં મુ‌‌ળ સાવરકુંડલાના વતની અને હાલ કસાણ ગામ પાસે વ્યવસાયઅર્થે આવેલા બે તરૂણો બળદ ચરાવવા આવ્યા હતા. મહુવા તાલુકાના કસાણ ગામ પાસે આવેલી સુકવો નદીના પુલ પાસે આજે બપોરના સમયે બળદ ચરાવવા આવેલા તરૂણને બળદે પાણીમાં ખેંચી જતાં નાના ભાઈની નઝર સામે જ મોટો ભાઈ ડુબ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેથી આજુબાજુના ખેડુતોએ આવી લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બંન્ને ભાઈઓ સુકાવો નદીના પુલ પાસે બળદ ચરાવી રહ્યાં હતા ત્યારે બળદ એકાએક ભડકીને પાણીમાં જતાં બંન્ને ભાઈઓએ તેને ખેંચીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રણજીતભાઈ વિનુભાઈ રાઠોડ (ઉ.વ.15)એ બળદની દોરી પકડી રાખતા બળદ તેને પાણીમાં ખેંચી ગયો હતો. જ્યારે તેના નાના ભાઈ શીવરાજથી દોરી મુકાઈ જતાં તે બહાર ફેંકાઈ ગયો હતો.

Read About Weather here

મળતી વિગતો પ્રમાણે આ વણઝારા પરિવાર મુળ સાવરકુંડલાનો વતની છે અને બળદ લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાના વ્યવસાય માટે તેઓ અહીં થોડા સમય માટે આવ્યા હતા.મોટો ભાઈ પાણીમાં ડુબતા તેણે બુમો પાડી આજુબાજુથી લોકોને બોલાવ્યા બાદ બનાવની જાણ બગદાણા પોલીસને કર્યાં બાદ બગદાણા પોલીસના ધનસુખભાઈ તથા કસાણ ગામના કિશોરભાઈ બારૈયા તથા અન્ય સ્થાનિક તરવૈયાઓએ પાંચ કલાક જેટલી શોધખોળ બાદ તરૂણનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here