બરફના તોફાનમાં ફસાયેલા 7 જવાન શહીદ

બરફના તોફાનમાં ફસાયેલા 7 જવાન શહીદ
બરફના તોફાનમાં ફસાયેલા 7 જવાન શહીદ
અરૂણાચલ પ્રદેશના કામેંગ સેકટરમાં ઉંચાઈ પર આવેલા વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે અને ભારે હિમવર્ષા પણ થઈ રહી છે. અરૂણાચલ પ્રદેશના કામેંગ ની ઉંચાઈ પર ભારે હિમસ્ખલન થયું. આ બરફના તોફાનની લપેટમાં આવી જવાથી ૭ જવાન શહીદ થયા છે. ૬ ફેબ્રુઆરીના રોજ જવાનો ફસાયા હોવાની વાત સામે આવી હતી. બે દિવસ બાદ ૮ ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનાએ આવાતની પુષ્ટિ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે, જવાનોને બચાવવા માટે કેટલાય કલાકો સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતુ. પરંતુ જવાનોને બચાવી શકાયા નહીં.ભારતીય સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૬ ફેબ્રુઆરીના રોજ અરૂણાચલ પ્રદેશના કામેંગ સેકટરના ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમસ્ખલન થયુ હતુ. આ હિમસ્ખલનની લપેટમાં સેનાના સાત જવાનો આવી ગયા હતા. જે બાદ તેઓને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

તેમ છતા તેઓને બચાવી શકાયા નથી. સેનાના સાત જવાનો શહીદ થયા હોવાની વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. તેઓના મૃતદેહ હિમસ્ખલનના સ્થળેથી કાઢવામાં આવ્યા છે.આ પહેલાં સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશના કામેંગ સેકટરમાં સાત જવાનોની એક પેટ્રોલિંગ પાર્ટી એવલોન્ચની લપેટમાં આવી ગઈ છે. જે બાદ તમામ જવનો લાપત્ત્।ા થયા હતા. સેનાએ જણાવ્યુંકે, આ તમામ જવાનોના રેસ્કયુ માટે એક સ્પેશિયલ ટીમને એરલિફ્ટ કરીને દ્યટના સ્થળે મોકલવામાં આવી હતી.

Read About Weather here

જો કે, બે દિવસથી જવાનોને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું હતું. પરંતુ તેઓને બચાવી શકાયા નથી. આ વિસ્તાર ચીન સીમા પાસે જ આવેલો છે. જેના કારણે સેનાના જવાનો અહીં સતત પેટ્રોલિંગ કરતા હોય છે. સેનાની આ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ દ્યટના બની હતી.પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જે વિસ્તારમાં આ બરફનું તોફાન અને એવલોન્ચની દ્યટના થઈ છે ત્યાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે અહીંનું વાતારણ એકદમ ખરાબ બન્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here